GSTV
World

Cases
5225893
Active
7111331
Recoverd
569028
Death
INDIA

Cases
301609
Active
553471
Recoverd
23174
Death

યુવા દિલો ઉપર રાજ કરતો હોલીવુડનો આ સિંગર યૌનશોષણનાં આક્ષેપ મામલે હવે ભરશે આ પગલા

હોલીવુડ સિંગર જસ્ટિન બીબરે બે મહિલાઓ વિરુદ્ધ 2.0 કરોડ ડોલર રૂપિયાનો માનહાનીનો કેસ દાખલ કર્યો છે. આ મહિલાઓએ તેમના પર યોન શોષણનો આરોપ લગાવ્યો હતો. પીપલ ડૉટ કૉમની રિપોર્ટ પ્રમાણે બીબરે પોતાના ઉપર લાગેલ આરોપોનુ ખંડન કર્યુ છે અને સોશિયલ મીડિયા થકી તેમના પર આરોપ લગાવનારી ગુમનામ મહિલાઓની વિરુદ્ધ કાયદાકીય કાર્યવાહી પણ કરી છે.

હોટલમાં તેમનુ યૌન ઉત્પીડન કર્યુ હતુ

26 વર્ષીય ગાયકે ડેનિયલ અને કાદી નામના ખાતોની વિરુદ્ધ કેસ દાખલ કર્યો છે. આ બંનેએ બીબર પર વર્ષ 2014 અને 2015માં પીડિત કરવાનો આરોપ લગાવ્યો હતો. એટલુ જ નહી બીબરે માનહાનિના નુકસાન તરીકે 2.0 કરોડ ડોલર રૂપિયા પણ માગ્યા છે. બીબરે વકીલને કહ્યુ હતુ કે, ડેનિયલના દાવા પ્રમાણે, 9 માર્ચ 2014ના ફોર સીઝ્નસ હોટલમાં તેમનુ યૌન ઉત્પીડન કર્યુ હતુ. જ્યારે કે, બીબર માર્ચ 2014માં તે હોટલમાં હતા જ નહી. તેમણે કહ્યુ કે, આ આરોપ ખોટા છે.

યૌન ઉત્પીડનના મામલાને હળવાશથી ન લઈ શકુ

આ મામલામાં બીબરે રવિવારે ટ્વીટ કર્યુ છે કે, હું મારા આખા કરિયરમાં ઘણા આરોપોનો સામનો કર્યો છે, પરંતુ પોતાની પત્ની (હેલી બાલ્ડવિન) અને ટીમની સાથે વાત કર્યા બાદ મે આ મુદ્દા પર બોલવાનો નિર્ણય કર્યો છે. અફવા અલગ વાત છે, પરંતુ યૌન ઉત્પીડનના મામલાને હળવાશથી ન લઈ શકુ હુ. આ આરોપ તથ્યાત્મક રૂપથી ખોટા છે અને તેની વિરુદ્ધ હુ પણ કાયદાકીય કાર્યવાહી કરીશ.

READ ALSO

Related posts

શહેરનું વાડજ પોલીસ સ્ટેશન ફરી વિવાદમાં, PSI મિશ્રા સામે એક મહિલાએ નોંધાવી પોલીસ ફરિયાદ

pratik shah

અમિતાભ બચ્ચનને લઇને સોશિયલ મીડિયા પર ઉડી આવી અફવાઓ, હોસ્પિટલે કરવુ પડ્યુ ખંડન

Bansari

રાજસ્થાનમાં BTPનો મહત્વનો નિર્ણય, ફલોર ટેસ્ટમાં કોંગ્રેસ અને ભાજપ કોઇને નહી આપે મત

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!