ચેન્નઈમાં રવિવારે રાજભવનમાં મદ્રાસ હાઈકોર્ટના નવનિયુક્ત ચીફ જસ્ટિસ વિજય કમલેશ તાહિલરમાનીનો શપથ ગ્રહણ સમારોહ આયોજીત કર્યો હતો, જેમાં જજની સિટિંગ વ્યવસ્થા પર વિવાદ ઉભો થયો હતો.
ખરેખર, હાઈકોર્ટના જજોને નેતાઓ અને પોલીસ અધિકારીઓની પાછળ બેસાડ્યા હતાં, જે પ્રોટોકોલનુ ઉલ્લંઘન છે. સમારોહમાં બેસવાની આ વ્યવસ્થાથી નારાજ થયેલા જસ્ટિસ રમેશે જજોના સત્તાવાર વ્હોટ્સએપ ગ્રુપમાં લખી રોષ વ્યક્ત કર્યો હતો અને લખ્યું કે શું રાજભવનના અધિકારીઓને પ્રોટોકોલની ખબર નથી. જસ્ટિસ રમેશે લખ્યું છે કે રાજભવનમાં સીટિંગ વ્યવસ્થાથી તેમને ઘોર નિરાશા સાંપડી છે અને દુ:ખ પહોંચ્યું છે.
તેમણે લખ્યું છે, હું આ સમગ્ર ઘટનાક્રમથી નિરાશ છું. આ એક ગંભીર વિષય છે. શું રાજભવન બંધારણીય પદો પર બેસતા જજ અને પોલીસ અધિકારીઓના પદના ક્રમથી પરિચિત નથી અથવા પછી તે સમજે છે કે હાઈકોર્ટના જજ પદ અને પ્રતિષ્ઠામાં પ્રધાનો અને પોલીસ અધિકારીઓમાં નાના હોય છે. સત્તાવાર સમારોહમાં આ પ્રકારની વ્યવસ્થા ક્યારેય સ્વીકાર્ય નથી. જસ્ટિસ રમેશે રવિવારે સાંજે અંદાજે પાંચ વાગ્યે આ મેસેજ વ્હોટ્સએપ ગ્રુપમાં મોકલ્યો છે. જજ રમેશના આ વિચારને મદ્રાસ હાઈકોર્ટના કેટલાંક જજોએ પણ સંજોગ ગણાવ્યો છે.
જસ્ટિસ રમેશે ફરિયાદ કરી છે કે જ્યારે હાઈકોર્ટના રજીસ્ટ્રારે રાજભવનમાં બેસવાની વ્યવસ્થા જોઈ ત્યારે તેમણે ફરિયાદ કરી હતી. પરંતુ રાજભવનના અધિકારીઓએ આ અંગે કોઈ ધ્યાન આપ્યુ નહીં. નિયમ અનુસાર, હાઈકોર્ટના રજીસ્ટ્રાર અને સરકારમાં સચિવ રેન્કના અધિકારી પ્રોટોકોલ સાથે જોડાયેલા મામલા અને કોઈ પણ જાહેર રાજકીય સમારોહમાં બેસવાની વ્યવસ્થાને જોવે છે. રજીસ્ટ્રાર આર કનપ્પનના નજીકના સૂત્રોએ ઈન્ડિયન એક્સપ્રેસને જણાવ્યું કે સમારોહ પહેલા ઑડિટોરિયમમાં બેસવાની વ્યવસ્થા જોવાથી ઈનકાર કર્યો હતો. હાઈકોર્ટના સિનિયર જજોને આ વાત ખરાબ લાગી કે ગવર્નરના સેક્રેટરી આર રાજગોપાલ મુખ્ય સચિવ ગિરિજા વૈદ્યનાથ સાથે હતાં.