GSTV

ખુલાસો / જસ્ટિસ ડી.એ. મહેતા કમિશન રિપોર્ટ, શ્રેય હોસ્પિટલમાં આગ લાગવા પાછળ પોતે જ જવાબદાર

Last Updated on September 28, 2021 by Dhruv Brahmbhatt

ગુજરાત વિધાનસભામાં કેગનો અહેવાલ રજૂ કરવામાં આવ્યો. ગૃહમાં અમદાવાદની શ્રેય હોસ્પિટલ તેમજ રાજકોટની ઉદય શિવાનંદ હોસ્પિટલમાં લાગેલી આગ મુદ્દે જસ્ટિસ ડી.એ મહેતા તપાસ પંચનો કુલ 216 પાનાનો રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો. જસ્ટિસ ડી.એ. મહેતા કમિશનના રિપોર્ટમાં સ્પષ્ટપણે કહેવામાં આવ્યું છે કે, શ્રેય હોસ્પિટલમાં આગ લાગવા પાછળ એનું મેનેજમેન્ટ જ જવાબદાર છે.

શ્રેય હોસ્પિટલ

આગ લાગવા પાછળ શ્રેય હોસ્પિટલ પોતે જ જવાબદાર

અમદાવાદની શ્રેય હોસ્પિટલમાં આગ લાગી ત્યારે એ બહાર જાય તેવી કોઇ જ વ્યવસ્થા ન હોતી. બારીઓ પણ સ્ક્રૂ મારીને બંધ કરી દેવામાં આવી હતી જેથી આગ હોસ્પિટલની અંદર જ રહી ગઇ. તેમજ ICU માં પણ સ્મોક-ડિટેક્ટર હતા નહીં, કે ન હોતા ફાયર એલાર્મ તેમજ ઓટોમેટિક સ્પ્રિંકલર સિસ્ટમ પણ આપવામાં ન હોતી આવી. જેથી આ આગ લાગવા પાછળ તપાસ પંચે હોસ્પિટલના મેનેજમેન્ટને જવાબદાર ઠેરવ્યું છે. મહત્વનું છે કે,શ્રેય હોસ્પિટલમાં જે ફાયર સેફ્ટીના સાધનો હતાં તે 13 વર્ષ જૂના હતાં જેના કારણે આ આગ લાગી હતી. આ સિસ્ટમ દર પાંચ વર્ષે એક્સપાયર થાય છે, જેથી એક્સપાયરીની અંતિમ તારીખ કરતાં પણ 10 વર્ષ જૂની સિસ્ટમને કારણે આ આગ લાગી હતી.

ઉદય શિવાનંદ હોસ્પિટલમાં ધમણ વેન્ટિલેટરની અંદર આગ લાગી હતી

ઉદય શિવાનંદ હોસ્પિટલમાં ધમણ વેન્ટિલેટરમાં આગ લાગી હતી. સ્ટારટિંગ પોઇન્ટ પાસે ખૂબ જ ભયાનક આગ હતી. આગ ઓક્સિજન સપ્લાયથી પ્રસરી હતી. 103 બેડની પાસે પ્રસરતા બીજા વેન્ટીલેટરમાં આગ લાગી હતી. સાથે વેન્ટીલેટર અને હ્યુમીડીફિર બંન્ને એકબીજા સાથે કનેક્ટ હતાં. ઓક્સિજન અને એરની પાઇપ પણ એકબીજા સાથે કનેક્ટ હોવાથી આગ વધુ પ્રસરી હતી.

મોતને ભેટેલા લોકોને જે-તે હોસ્પિટલે સહાયના નાણાં ચૂકવવા જોઇએ

આ સાથે ફાયર અને ઇમરજન્સી સર્વિસ માટે 24 કલાક પૂરતો સ્ટાફ રાખવાની પણ ભલામણ કરવામાં આવી છે. પંચે જણાવ્યું કે, ફાયર સેફ્ટીના સાધનો માટે તમામ નિયમોની અમલવારી જરૂરી છે. તપાસ પંચે જણાવ્યું કે ગેરકાયદેસર બાંધકામને મંજૂરી ન આપવી જોઇએ. જસ્ટિસ મહેતા તપાસ પંચે રિપોર્ટમાં વર્ષ 1949 ગુજરાત નર્સિંગ રજિસ્ટ્રી એક્ટનું પાલન ન થતું હોવાનો પણ ઉલ્લેખ કર્યો. આગની દુર્ઘટનામાં મોતને ભેટેલા લોકોને સહાય મુદ્દે તપાસ પંચે મહત્વપૂર્ણ ભલામણ કરી. પંચે જણાવ્યું કે સહાયના નાણાં સરકાર કે કરદાતાએ ન ચૂકવવા જોઇએ. જે-તે હોસ્પિટલે સહાયના નાણાં ચૂકવવા જોઇએ. રિપોર્ટમાં મેડિકલ ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટના અમલ માટે પણ ભલામણ કરવામાં આવી છે.

READ ALSO :

Related posts

BIG BREAKING: ઉત્તરાખંડના કુમાઉં મંડલમાં ફસાયા 700થી વધુ પર્યટકો, ઘણા ગામોનો સંપર્ક નૈનીતાલથી કપાયો! તંત્રની ટીમો તૈયાર

pratik shah

BIG BREAKING: રશિયામાં હથિયાર અને વિસ્ફોટક બનાવતા પ્લાન્ટમાં લાગી ભીષણ આગ, 16ના મોત સંખ્યાબંધ ઘાયલ

pratik shah

રાહુલ ગાંધીના નિશાના પર સરકાર, જનતા સાથે ક્રૂર મશ્કરી કરી રહી છે કેન્દ્ર સરકાર, પેટ્રોલ-ડીઝલના ભાવમાં સતત ભડાકો થતા કોંગ્રેસ લાલઘૂમ!

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!