GSTV

જસ્ટિસ અરવિંદ કુમારની હાઇકોર્ટના ચીફ જસ્ટિસ તરીકે નિમણૂંક, સિવિલ કોર્ટ, મેજિસ્ટ્રેટ કોર્ટ તેમજ એપેલેટ ટ્રિબ્યુનલમાં 4 વર્ષ સુધી પ્રેક્ટિસ કરી

જિહાદ

Last Updated on September 19, 2021 by pratik shah

ગુજરાત હાઇકોર્ટના નવા ચીફ જસ્ટિસ તરીકે કર્ણાટક હાઇકોર્ટના જજ અરવિંદ કુમારની નિયુક્તિ થઈ છે. સુપ્રીમ કોર્ટની કોલેજિયમે દેશની 8 હાઇકોર્ટના ચીફ જસ્ટિસ તરીકે નામોની ભલામણ મોકલી છે. જેને મંજૂરી મળ્યા બાદ વિવિધ હાઇકોર્ટમાં ચીફ જસ્ટિસની વિધિવત નિયુક્ત થશે.

અનામત

જસ્ટિસ અરવિંદ કુમાર કર્ણાટક હાઇકોર્ટમાં જજ તરીકે કાર્યરત

જસ્ટિસ અરવિંદ કુમાર કર્ણાટક હાઇકોર્ટમાં જજ તરીકે કાર્યરત છે. જસ્ટિસ અરવિંદ કુમારે વર્ષ 1987માં વકીલાતની ડિગ્રી મેળવ્યા બાદ સિવિલ કોર્ટ, મેજિસ્ટ્રેટ કોર્ટ તેમજ એપેલેટ ટ્રિબ્યુનલમાં 4 વર્ષ સુધી પ્રેક્ટિસ કરી. જે બાદ તેમણે હાઇકોર્ટમાં પ્રેક્ટિસ કરી. વર્ષ 1999માં તેમની કર્ણાટક હાઇકોર્ટમાં એડિશનલ સેન્ટ્રલ ગવર્નમેન્ટ સ્ટેન્ડિંગ કાઉન્સિલ તરીકે વરણી થઇ. જે બાદ તેઓ વર્ષ 2002માં ડાયરેક્ટ ટેક્સ એડવાઇઝરી કમિટીના સભ્ય તરીકે નિયુક્ત થયા.

2005માં તેઓને ભારતના આસિસ્ટન્ટ સોલિસીટર જનરલ બનાવવામાં આવ્યા

વર્ષ 2005માં તેઓને ભારતના આસિસ્ટન્ટ સોલિસીટર જનરલ બનાવવામાં આવ્યા. તેઓ વર્ષો સુધી સીબીઆઇના પબ્લિક પ્રોસિક્યુટર પણ રહી ચૂક્યા છે… વર્ષ 2009માં કર્ણાટક હાઇકોર્ટના એડિશનલ જજ તરીકે તેમની વરણી થઈ. અને વર્ષ 2012માં તેઓ કાયમી જજ તરીકે નિમણૂંક પામ્યા.

READ ALSO

Related posts

ટેક્નોલોજિકલ ક્રાંતિ / એમેઝોને શરુ કર્યો નવો પ્રોજેક્ટ, “હું મારૂ પોતાનુ સ્પેસ સ્ટેશન લોન્ચ કરીશ” : જેફ બેઝોસ

Zainul Ansari

ચિંતાનો વિષય / કેમ પડી પૃથ્વીની પરિભ્રમણની ગતિ ધીમી? શું આ બદલાવ છે કોઈ ખતરાનો સંકેત કે પછી…?

Zainul Ansari

અલર્ટ / કોરોના વાઈરસના AY.4.2 વેરિએન્ટને લઇ ભારત સતર્ક, આરોગ્ય મંત્રીએ કહ્યું- ચાલી રહી છે તપાસ

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!