ફેન્સને બે દિવસ પહેલા લગ્ન કરીને આપી સરપ્રાઇઝ, લખ્યું કે હમણાં જ લગ્ન થયા

સ્ટાર બેડમિન્ટન ખેલાડી સાઇના નેહવાલ અને પી.કશ્યપ શુક્રવારે લગ્ન સૂત્રમાં બંધાઇ ગયા. આ બંને મુંબઇમાં રજીસ્ટર લગ્ન કર્યા. સાઇનાએ પતિ કશ્યપ સાથેની તસ્વીર સોશિયલ મીડિયા પર શેર કરતા લખ્યું કે, મારી જિંદગીની સૌથી શ્રેષ્ઠ પસંદગી..હમણા જ લગ્ન થયા..

સાઇના અને કશ્યપ 10 વર્ષની રિલેશનશીપ બાદ ચાલુ વર્ષે જ પોતાના સંબંધ અંગે ખુલાસો કર્યો હતો. આ પહેલા અહેવાલ હતા કે સાઇના અને કશ્યપ 16 ડિસેમ્બરે લગ્ન કરવાના છે પરંતુ બંનેએ પોતાના ફેન્સને બે દિવસ પહેલા લગ્ન કરીને સરપ્રાઇઝ આપી.

પ્રાપ્ત માહિતી અનુસાર લગ્નના 5 દિવસ બાદ એટલે કે 21 ડિસેમ્બરે ભવ્ય સમારોહમાં અનેક લોકોને આમંત્રિત કરવામાં આવ્યાં છે. સાઇના અને પરુપલ્લીએ પહેલાં જ મહેમાનોને પોતાના લગ્નમાં આમંત્રિત કર્યા હતાં.

તેવામાં અનેક મોટા ચહેરાઓ લગ્નમાં સામેલ થાય તેવી આશા હતી. કોમનવેલ્થ મેડલ વિજેતા નહેવાલ અને કશ્યપે પોતાના કોચ અને પૂર્વ બેટમિંટન સ્ટાર પુલેલા ગોપીચંદને લગ્નનું આમંત્રણ આપ્યું હતું.

Read Also

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter