GSTV
Home » News » કાશ્મીર આવવા અમને વિમાનની જરૂર નથી, માત્ર અમને મુક્ત રીતે લોકોને મળવા દો : રાહુલ

કાશ્મીર આવવા અમને વિમાનની જરૂર નથી, માત્ર અમને મુક્ત રીતે લોકોને મળવા દો : રાહુલ

કાશ્મીરમાંથી કલમ 370 દૂર થયા પછી રાજ્યપાલ મલિક અને રાહુલ ગાંધી વચ્ચે ટ્વીટર પર આક્ષેપબાજી થઈ રહી છે ત્યારે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ મંગળવારે જમ્મુ અને કાશ્મીરની સ્થિતિ અંગે રાજ્યપાલ સત્યપાલ મલિકના તેમને બેજવાબદારીપૂર્ણ નિવેદન કરવાના આક્ષેપ અને તેમના માટે વિમાન મોકલવા અંગેની ટીપ્પણીનો જવાબ આપ્યો હતો. તેમણે કહ્યું કે મને વિમાનની કોઈ જરૂર નથી. તમે માત્ર અમને મુક્તપણે કાશ્મીરના લોકો સાથે મળવા દો.

રાજ્યપાલ સત્યપાલ મલિકે સોમવારે કાશ્મીરની સ્થિતિ અંગે રાહુલ ગાંધીના નિવેદનને બેજવાબદારીપૂર્ણ ગણાવતા કહ્યું હતું કે, તમે એક જવાબદાર વ્યક્તિ છો અને તમારે આવી વાત કરવી જોઈએ નહીં. તેમણે સોમવારેજાહેરાત કરી હતી કે, ‘મેં રાહુલ ગાંધીને અહીં આવાવા આમંત્રણ આપ્યું છે.

કાશ્મીરની સ્થિતિનું નિરિક્ષણ કરવા હું તેમના માટે વિમાન મોકલીશ અને  ત્યાર પછી આપણે વાત કરીશું.’  સત્યપાલ મલિકને વળતો જવાબ આપતાં રાહુલ ગાંધીએ ટ્વીટ કરતાં કહ્યું કે, ‘શ્રીમાન રાજ્યપાલ મલિક, વિપક્ષના નેતાઓનું એક પ્રતિનિધિમંડળ અને હું જમ્મુ અને કાશ્મીર તથા લદ્દાખ આવવાનું તમારૂં આમંત્રણ સ્વીકારીશું.વિપક્ષને વિમાનની કોઈ જરૂર નથી,પરંતુ તમે અમને રાજ્યમાં મુક્તપણે પ્રવાસ કરવાની મંજૂરી આપો. અમે લોકોને, મુખ્ય પ્રવાહના નેતાઓને અને અમારા સૈનિકોને મળીશું.’

ઉલ્લેખનીય છે કે 5મી ઓગસ્ટે સંસદમાં મોદી સરકારે કલમ 370 હેઠળ જમ્મુ અને કાશ્મીરનો વિશેષ દરજ્જો રદ કરાયા પછી અને રાજ્યને બે કેન્દ્રશાસિત પ્રદેશોમાં વિભાજિત કરાયા પછી જમ્મુ અને કાશ્મીર કેદખાના સમાન બની ગયું હોવાનો વિપક્ષનો આરોપ છે. કલમ 370 દૂર થયા પછી કાશ્મીરની સ્થિતિની સમીક્ષા કરવા માટે આવેલા કોંગ્રેસ નેતા ગુલામ નબી આઝાદ અને અગ્રણી ડાબેરી નેતાઓ સિતારામ યેચૂરી અને ડી. રાજા સહિતના અગ્રણી નેતાઓને શ્રીનગર એરપોર્ટથી જમ્મુ અને કાશ્મીર સરકારે પાછા મોકલી દીધા હતા.

READ ALSO

Related posts

અહેમદ પટેલની મુસિબત વધી, 400 કરોડના હવાલા કૌભાંડમાં આઈટી કરશે પૂછપરછ

Karan

કોંગ્રેસમાં ગૃહયુદ્ધ વધ્યું, કદાવર નેતાએ મોદી સરકારનું ખુલ્લેઆમ કર્યું સમર્થન

Mansi Patel

પાકિસ્તાનને આ બે દેશોએ બચાવ્યું, ગ્રે લિસ્ટમાંથી બહાર નીકળવાના ઈમરાનના ઉધામા ન ફળ્યા

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!