માત્ર મેગી જ નથી જે 2 મિનિટમાં બની જાય છે, પનીર તવા પુલાવ પણ બની જશે મિનિટમાં

નવરાત્રીમાં રાત્રે ગરબા રમવા જવા માટે લગભગ ઘરની દરેક મહિલાઓ વહેલા જમવાનું બનાવી લે છે અને તેમાં પણ જે જલદી બની જાય તેવી રેસીપી બનાવવામાં આવે તો ઘરના કામ જલદીથી પૂર્ણ કરીને વધુ સમય માટે ગરબાનો આનંદ માણી શકાય છે. આજે તમારા માટે આવી જ એક ક્વિક રેસીપી છે. જે બનતા વાર નથી થતી માટે તમે જલદી ફ્રી પણ થઈ શકો છો. માટે જોઈ લઈએ પનીર તવા પુલાવ બનાવવાની રીત

સામગ્રીઃ

બે કપ રાઈસ

100 ગ્રામ પનીર

એક ડુંગળી

અડધો કપ કોબીજ

એક ગાજર

એક શિમલા મરચુ

અડધો કપ વટાણા

બે લીલા મરચાં

નાની ચમચી છીણેલું આદું

લસણ પેસ્ટ

અડધી ચમચી હળદર

લાલ મરચા પાઉડર

મીઠું સ્વાદપ્રમાણે

બે મોટી ચમચી માખણ

કોથમીર

બનાવવાની રીતઃ

મધ્યમ તાપ પર એક વાસણમાં માખણ ગરમ કરવા માટે મુકો, માખણ ગરમ થતા જ પનીરના ટુકડા તેમાં ઉમેરો. પનીરના ટુકડા બ્રાઉન થાય ત્યા સુધી તેને શેકી લો. ત્યાર બાદ તેને એક પ્લેટમાં કાઢી લો. આ પેનમાં હવે લસણ -આદુની પેસ્ટને સંતાળો ત્યારબાદ ડુંગળી અને લીલા મરચા ઉમેરો અને થોડી વાર કુક કરી લો. હવે સમારેલ ટામેટાં, ગાજર, શિમલા મરચા, વટાણા, કોબીજ, બટાટા લાલ મરચાં અને મીઠુ ઉમેરો. હવે રાઈસમાં લીંબૂનો રસ નાખી સારી રીતે મિક્સ કરો જેથી ચોખા અને મસાલો મિક્સ થઈ જાય. હવે છલ્લે પનીરના ટુકડા અને કોથમીર ઉમેરો. રાઈસ મિક્સ કરી ગેસ બંદ કરી લો. તૈયાર છે પનીર તવા પુલાવ, સલાદ અને રાયતા સાથે ગરમા ગરમ સર્વ કરો.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter