GSTV
Baroda Trending ગુજરાત

વડોદરા: ઉંમરના ચાર દાયકા બાદ થયા હતા લગ્ન, મીંઢળ છોડતા જ થયું નવવધૂનું મોત

આ ઘટના વડોદરાના પીપરછટ ગામની છે. જ્યાં એક 63 વર્ષીય આધેડના લગ્ન થયા. પણ કુદરતને આ ખુશી મંજૂર ન હતી અને એક એવી અઘટીત ઘટના બની જેની કોઇએ ક્લ્પના પણ નહોતી કરી.

ઉંમર ભલે વધે પણ લગ્ન કરીશ તો જ્ઞાતિની યુવતી સાથે જ બસ આ વાતની જીદ પકડીને બેઠેલા કલ્યાણભાઇની ઉંમર 63 વર્ષની થઇ.  એમ કહીએ લગ્ન માટે ચાર દાયકાની રાહ જોઇ અંતે એ શુભ ઘડી આવી.

લગ્નની તૈયારીઓ શરૂ થઇ, તોરણીયા બંધાયા, કંકોતરી છપાયા અને કલ્યાણભાઇના જીવનમાં લગ્નની શરણાઇ ગૂંજી પણ કુદરતે કલ્યાણભાઇને આપેલી આ ખુશી માત્ર ગણતરીની કલાકો પૂરતી જ સીમિત હતી. અને, એવી ઘટના બની ગઇ જેની કોઇએ કલ્પના પણ ન કરી હોય.

લગ્ન

લગ્ન સંપન્ન થયા અને દુલ્હનની વિદાય થઇ. જોકે, મીંઢળ છોડતાની સાથે જ દુલ્હનને ચક્કર આવ્યા અને પરિવાર દુલ્હનને લઈને હોસ્પિટલ દોડ્યો. જોકે, કોઈને ખ્યાલ જ ન રહ્યો કે ક્યારે હોસ્પિટલમાં લઇ જતી વખતે રસ્તામાં દુલ્હનનું મૃત્યુ થયું.

કલાભાઈ ઉપરાંત પરિવારના સભ્યો લીલાબેનને લઈ કાલોલની ખાનગી હોસ્પિટલમાં લઇ જતા હતા, તે દરમિયાન રસ્તામાં જ લીલાબેનનું પ્રાણપંખેરુ ઉડી ગયું હતું. દવાખાને પહોંચ્યા ત્યારે ડોક્ટરે લીલાબેનને મૃત જાહેર કર્યાં હતા.

આ અંગે તેમના ભાઈને જાણ કરાતા પોતાની બહેનના મૃતદેહને ઠાસરા ગામે લઇ જવાયો હતો અને ગળતેશ્વર મહીસાગર નદીમાં પરિવારની ઉપસ્થિતિમાં અગ્નિદાહ અપાયો હતો.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

Related posts

છેલ્લા દસ વર્ષમાં એક પણ ICC ટ્રોફી નથી જીત્યું ભારત : પાકિસ્તાની ખેલાડીએ જણાવ્યું નિષ્ફ્ળતાનું કારણ

Padma Patel

Hair Care Tips/ વાળમાં નથી તકતો ડાયનો કલર, અજમાવો મહેંદી સાથે જોડયેલ આ 3 ઉપાય

Siddhi Sheth

મૂંઝાયેલા મમતાનો ઘૂંટાયેલો ઘૂંઘવાટ, ‘જો રાહુલ ગાંધી વિપક્ષના નેતા હશે તો કોઈ પણ મોદી પર પ્રહાર નહીં કરી શકે’

Kaushal Pancholi
GSTV