GSTV
World

Cases
7066882
Active
12271724
Recoverd
735674
Death
INDIA

Cases
639929
Active
1583489
Recoverd
45257
Death

જસદણમાં બાવળિયા સામે કોંગ્રેસ મજબૂત કોળી નેતા ઉતારશે, આ છે દાવેદાર

રાજકોટના જસદણની પેટાચૂંટણી જાહેર થઈ છે. ત્યારે હવે કોંગ્રેસ સફાળી જાગી છે અને આજે રાજકોટમાં કોંગ્રેસની બેઠક યોજાવવાની છે.જેમા જસદણમાં ભાજપના કુંવરજી બાવળિયા સામે કોને ઉમેદવાર બનાવવા તેના પર ચર્ચા થશે. આ સિવાય જસદણ બેઠક જીતવા રણનીતિ ઘડવામાં આવશે. સુત્રના મતે કુંવરજી બાવળિયા સામે કોંગ્રેસ મજબૂત કોળી ઉમેદવાર ઉતારેશે કોંગ્રસના ચાર ઉમેદવારોની પેનલ બનાવવામાં આવી છે. જેમાં અવસર નકિયા, ગજેન્દ્ર રામાણી અને ધીરજ સીંગલાનો સમાવેશ થાય છે.

હાઈકમાન્ડ એકાદ બે દિવસમાં જ ઉમેદવાર ઘોષિત કરશે તેમ કોંગ્રેસના નેતાઓનો દાવો છે. ગઈકાલે ભાજપના સ્નેહ સંમેલનમાં જિલ્લા અને જસદણ તાલુકા પંચાયતના સભ્યોએ કેસરીયા ધારણ કરતા કોંગ્રેસને ફટકો પડ્યો છે. ત્યારે તેનો ઉકેલ કેવી રીતે લાવવો તેના પર પણ ચર્ચા થઈ શકે છે. આજની બેઠકમાં વિધાનસભાના વિપક્ષના નેતા પરેશ ધાનાણી, પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા પણ ઉપસ્થિત રહેશે અને ચૂંટણી કામગીરીને લઈને જવાબદારીઓ ની વહેંચણી કરવામાં આવશે.

રાજકોટઃ જસદણ પેટા ચૂંટણીને લઈને કોંગ્રેસની બેઠક
બેઠકમાં ઉમેદવાર નક્કી કરવાની કવાયત હાથ ધરાશે
ચૂંટણી જીતવા માટે રણનીતિ ઘડવામાં આવશે
ચૂંટણીની કામગીરીની વહેંચણી થશે

Read Also 

Related posts

સુશાંત આપઘાત કેસમાં રિયાની અરજી પર 13મી ઓગષ્ટે થશે સુનાવણી, સુપ્રીમનો ચુકાદો અનામત

Mansi Patel

અંતરીક્ષમાં જીવનની સંભાવના દેખાઈ, લઘુગ્રહ સેરસ ઉપર પાણીનો ભંડાર હોવાનો નાસાએ કર્યો દાવો

Mansi Patel

પંજાબમાં કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ બાજવાની સુરક્ષા દૂર કરાતા વિવાદ

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!