આપણા સૌર મંડળમાં માત્ર ધરતી જ એક એવો ગ્રહ નથી જેના પર વીજળી પડે છે. તોફાન આવે છે અને વાદળો ફાટે. ઘણા અન્ય ગ્રહ પણ છે જેના પર આવી ગતિવિધિઓ જોવા મળી છે. આપણા સૌર મંડળમાં સૌથી મોટા ગ્રહ પર આ સમયે ભયાનક તોફાન આવ્યું છે. વાદળોના ચક્રવાત બની રહ્યાં છે. તાબડતોબ વીજળી પડી રહી છે. આ વીજળી પણ બે પ્રકારની છે. જેના ઘણા હેરાન કરનારા ફોટા સામે આવ્યાં છે.

તોફાનો, વાદળો અને વીજળીનો વરસાદ જે ગ્રહ પર થાય છે તેનું નામ જ્યુપીટર (ગુરૂ) છે. અમેરિકી અંતરીક્ષ એજન્સી નાસાના જુનો સ્પેસક્રાફ્ટે આ તોફોનો, કડકતી વીજળીઓ અને ઉમટતા વાદળોના ફોટા લીધા છે. ફોટા સામાન્ય કેમેરા સિવાય ઈન્ફ્રારેડ, અલ્ટ્રાવાયલેટ કેમેરાથી પણ લેવામાં આવી છે.

જૂનો પાસેથી મળેલા ફોટાનું અધ્યયન કરવા પર જાણવા મળ્યું કે, બે પ્રકારની વીજળીઓ પડી રહી છે. નાસાના વૈજ્ઞાનિકોએ એકનું નામ સ્પ્રાઈટ આપ્યું છે. જ્યારે બીજાનું નામ એલ્વ્સ આપ્યું છે. હેરાન કરી દેનારી વાત તો એ છે કે, આ વીજળીઓ ગ્રહ પર નહી પરંતુ વાયુમંડળથી ઉપર વરસી રહી છે. જેના કારણે અંતરીક્ષમાં રોશની જોવા મળી રહી છે.

સ્પ્રાઈટ એટલી ઝડપથી વરસે છે કે તે સેંકડો કિલોમીટર દુર અંતરિક્ષમાં એક સ્પોર પર જોવા મળે છે. જ્યારે ઈલ્વ્સ વાયુમંડળની ઉપર સેકડો કિલોમીટરમાં ફેલાઈ જાય છે. તેમાં નાના નાના સ્પાર્ક જોવા મળે છે. એટલે કે, અંદર એકી સાથે ઘણી વીજળીઓ વરસતી રહે છે. વાદળોની નીચે અને ઉપર જોરદાર રોશની જોવા મળે છે.

નાસાના વૈજ્ઞાનિકોએ અધ્યયન કર્યું તો જાણવા મળ્યું કે વાયુમંડળની ઉપર રહેલા નાઈટ્રોજન કળ બીજા ગેસો સાથે ટકરાઈને આ પ્રકારની પ્રક્રિયા કરે છે. વર્ષ 2016થી લઈને 2020 સુધી જૂનો સ્પેસક્રાફ્ટે ગુરૂ ગ્રહ પર 11 ઝડપી અને ઘણી મોટી વીજળી પડતી હોવાનું રેકોર્ડ કર્યો છે. આ વીજળીની તીવ્રતા અને ક્ષેત્રફળમાં ઘણી મોટી છે.

આ તોફાનો, વીજળી અને વાદળો પર અધ્યયનની રિપોર્ટ જનરલ ઓફ જિયોફિઝિકલ રીસર્ચ પ્લેનેટ્સમાં છપાઈ છે. તેને લખનારી લેખીકા અને વૈજ્ઞાનિક રોહિણી જિલ્સે કહ્યું કે અમારી પાસે આવી વીજળીઓના ઘણા દસ્તાવેજો અને પ્રમાણ છે. આ અદભૂત છે. આ વિજળી ગુરૂગ્રહની સપાટી અને વાયુમંડળમાં સેંકડો કિલોમીટર ઉપર દેખાઈ રહી છે.

રોહિણીએ કહ્યું કે જૂનો સ્પેસક્રાફ્ટ હાલ આ ફોટા ગુરૂગ્રહથી ઘણી દુરથી પાડ્યાં છે. જ્યારે નજીક જશે તો અમને ઘણા સારા ફોટાઓ મળશે. અમને વધારે અધ્યયન કરવાની તક મળશે. સાથે જ ગુરૂગ્રહના વાયુમંડળનું અધ્યયન કરવામાં મદદ મળશે.
- મ્યાનમાર : નોબેલ પુરસ્કાર વિજેતા આંગ સાન સૂ ચીને ભ્રષ્ટાચારના આરોપમાં 6 વર્ષની જેલ
- મોટા સમાચાર / નીતિશ સરકારમાં ‘મોટા ભાઈ’ની ભૂમિકામાં તેજસ્વી, આવતીકાલે 31 મંત્રીઓ લેશે શપથ
- ઈરાને સલમાન રશ્દી પર થયેલા હુમલામાં હાથ હોવાથી કર્યો ઇનકાર, લેખકના સહયોગીઓ પર મૂક્યો આરોપ
- ઓમિક્રોન વેરિઅન્ટ માટે પણ રસી બનાવવામાં આવી, બ્રિટને મોડર્નાની અપડેટ કરેલી રસી મંજૂર કરી
- બિગ ન્યૂઝ / 2002ના ચકચારી બિલ્કિસ બાનો બળાત્કાર કેસના 11 આરોપીઓને ગુજરાત સરકારે કર્યા સજા-મુક્ત, ગોધરા જેલમાં કાપી રહ્યા હતા સજા