કોરોનાકાળની વચ્ચે રાજસ્થાનમાં એક વખત ફરીથી જંગલ સફારી શરૂ થઈ છે. રાજસ્થાનના તમામ ટાઈગર રિઝર્વ સહિત બીજા પશુ અભ્યારણ પણ હવે ખોલી દેવામાં આવ્યાં છે. રણથંભૌર ટાઈગર રિઝર્વ અને સરિસ્કા ટાઈગર રિઝર્વ માટે બુકીંગ શરૂ કરી દેવામાં આવી છે.
પ્રવેશનો સમય
સવારે 6 વાગ્યાથી લઈને 11.30 વાગ્યે અને બપોરે 2.30 વાગ્યાથી લઈને સાંજે 6 વાગ્યા સુધી ટાઈગર રિઝર્વમાં એન્ટ્રી રહેશે. પહેલા કોરોનાના કારણે આ તમામ અભયારણ્ય બંધ કરી દેવામાં આવ્યાં હતા. બાદમાં વરસાદના કારણે તે ખોલી શક્યાં નહીં. રાજસ્થાનમાં રણથંભોર, સરિસ્કા, મુકુંદરા અને કુંભલગઢ રિઝર્વમાં સફારી થાય છે. તે સિવાય જોધપુરના મેહરાનગઢમાં 6 મહીના બાદ ફરીથી તેને ખોલવામાં આવી છે. જો કે અત્યારે એડવાન્સ બુકીંગ ઘણી ઓછી છે. સરિસ્કામાં તો એક પણ એડવાન્સ બુકીંગ નથી થઈ.
સુરક્ષાની સંપૂર્ણ વ્યવસ્થા
જંગલ સફારીમાં આવનારા લોકો માટે સુરક્ષાની પુરી વ્યવસ્થા કરવામાં આવી છે. ગાડીઓને જંગલમાં લઈ જતા પહેલા અને લાવ્યા બાદ સારી રીતે સેનેટાઈઝ કરવામાં આવશે. કોરોનાના કારણે ક્યાંય પણ ટિકીટના ભાવોમાં વધારો કરાયો નથી.
- મોટા સમાચાર / કેન્દ્ર સરકાર બાદ કેરળ સરકારે પણ પેટ્રોલ અને ડીઝલમાં ઘટાડ્યો વેટ
- IPL 2022 / મુંબઈ ઈન્ડિયન્સે જતા જતા દિલ્હીનો ખેલ બગાડ્યો, પ્લેઓફની ચાર ટીમો ફાઈનલ
- ઘઉંનો પાક ઘટવા છતાં ખાદ્યાન્નનું વિક્રમી 31.45 કરોડ ટન ઉત્પાદન થવાની ધારણા
- તેમાં ઘમંડ નથી, આત્મવિશ્વાસ છે : રાહુલના આક્ષેપોનો જયશંકરનો જવાબ
- ભયાનક વીડિયો: જર્મનીમાં 80KMની ઝડપે મોતનું તુફાન, વૃક્ષો હવામાં ઉડ્યા અને અનેક છતના તૂટવાથી મોટા પાયે નુકાસન