એક વિવાહ ઐસા ભી : મુસ્લિમ શખ્સને થયો ટ્રાન્સજેન્ડર સાથે પ્રેમ, વેલેન્ટાઇન્સ ડે પર મંદિરમાં લીધાં સાત ફેરા

કહેવામાં આવે છે કે પ્રેમ સીમાઓ નથી જાણતો કે ન તો તે કોઇ બંધનમાં બંધાય છે. આવું જ એક ઉદાહરણ ઇન્દોરમાં જોવા મળ્યું. જ્યાં એક શખ્સે એક ટ્રાન્સજેન્ડર સાથે સાત ફેરા ફર્યા. યુવકે આ પગલું લીધાં બાદ તેના પરિવારજનો ખૂબ જ નારાજ છે પરંતુ તેને આશા છે કે જલ્દી તેનો પરિવાર માની જશે.

દુલ્હો બનેલા જુનૈદ ખાને જણાવ્યું કે, હું ઇચ્છું છું કે મારા પરિવારજનો મારો સ્વીકાર કરી લે પરંતુ જો તે આવું નહી કરે તો હું મારી પત્ની સાથે રહીશ. હું મારી પત્નીને ખૂબ જ પ્રેમ કરુ છું અને હું તેને હંમેશા ખુશ રાખીશ.

દુલ્હન બનેલી ટ્રાન્સજેન્ડર જયા સિંહે જણાવ્યું કે, કોઇ ટ્રાન્સજેન્ડર શખ્સ માટે લગ્ન કરવા ઘણો મોટો પડકાર છે. કારણ કે સમાજ તેને વિચિત્ર નજે જુએ છે. તેના માતા-પિતા લગ્નની વિરુદ્ધ હતાં તેમ છતાં તેણે મારી સાથે લગ્ન કર્યા. આશા છે કે તેઓ મને જલ્દી સ્વીકારી લેશે અને હું એક દિવસ તેમની સેવા કરીશ.

કિન્નર જયા બદલાવ સમિતી નામના એક એનજીઓ સાથે સામાજિક કાર્યકર્તા તરીકે જોડાયેલી છે. એલજીબીટી સમુદાયના હિતમાં કામ કરનારા સંગઠનના મીડિયા પ્રભારી રોહિત ગુપ્તાએ જણાવ્યું કે, પેલાં જયા કિન્નરોના સ્થાનીક સમુદાય સાથે જોડાયેલી હતી અને અન્ય કિન્નરો સાથે લોકો પાસે પૈસા માગતી હતી. પરંતુ હવે તેણે કિન્નરોનો સમુદાય છોડી દીધો છે અને તે પોતાનો રોજગાર શરૂ કરવા માગે છે.

Read Also

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter