GSTV

J & K : સેનાની મોટી કાર્યવાહી, લશ્કર કમાન્ડર જુનૈદ મટ્ટૂ સહિત 2 આતંકી ઠાર

Last Updated on June 16, 2017 by

જમ્મુ-કાશ્મીરના કુલગામમાં સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચેની અથડામણમાં સેનાને મોટી સફળતા મળી છે. સુરક્ષા દળોએ બે આતંકીઓ આતંકવાદીઓ ઠાર માર્યા છે. ઠાર થનારા આતંકવાદીઓમાં લશ્કરે તૈયબાનો આતંકવાદી કમાન્ડર જુનૈદ મટ્ટૂ પણ ઠાર થયો છે. સુરક્ષાદળો દ્વારા એક આતંકવાદીને જીવતો પકડવામાં આવ્યો છે.

અનંતનાગની નજીક આવેલા અરવાની નજીકના એન્કાઉન્ટરમાં જમ્મુ-કાશ્મીર પોલીસ, સીઆરપીએફ અને સેનાના જવાનો સામેલ હતા. અહેવાલો મુજબ કુલગામના અરવાની ગામમાં આવેલા ઈદગાહ મોહલ્લામાં આવેલી ઈમારતમાં ત્રણ આતંકવાદીઓની ઘેરાબંધી કરાઈ હતી. એન્કાઉન્ટર દરમિયાન ફરી એકવાર સુરક્ષાદળોના જવાનો પર પથ્થથરમારાની ઘટના સામે આવી છે.

મહત્વપૂર્ણ છે કે 29 જૂનથી અમરનાથ યાત્રા શરૂ થઈ રહી છે. ત્યારે કાશ્મીર ખીણમાં આતંકવાદીઓનો સળવળાટ વધ્યો છે. તાજેતરમાં કાશ્મીર ખાતે 6 કલાકમાં 6 આતંકવાદી હુમલાની ઘટના બની હતી. ત્યારબાદ કાશ્મીર ખીણમાં આતંકવાદી ગતિવિધિઓ સામે સુરક્ષાદળો વધુ સતર્ક છે.

GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Facebook | Youtube | Twitter

Related posts

ફફડાટ / જામનગરમાં વધુ બે ઓમિક્રોનના શંકાસ્પદ દર્દી નોંધાયા, તંત્રની ચિંતા વધી

Zainul Ansari

મોટા સમાચાર: બેલ્જીયમના એક પ્રાણી સંગ્રહાલયમાં કોરોનાની એન્ટ્રી, બે હિપોપોટેમસ થયા સંક્રમિત

pratik shah

Big Breaking / બુલંદશહરમાં RLD નેતાના કાફલા પર હુમલો, 50 રાઉન્ડ ગોળીઓ ચાલી: 1 મોત

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!