GSTV

જૂનાગઢ કેશોદથી માણાવદર સુધીના બિસ્માર રસ્તાના કારણે વાહનચાલકો પરેશાન

જૂનાગઢમાં કેશોદથી માણાવદર વચ્ચેનો રસ્તો બિસ્માર હાલતમાં હોવાને કારણે વાહનચાલકોને ભારે મુશ્કેલીઓ પડી રહી છે. આ રસ્તાનો ઉપયોગ 4 જિલ્લાના લોકો કરે છે. જેમાં અધિકારીઓ તેમજ રાજકીય અગ્રણીઓ પણ સામેલ છે. તેમ છતાં આ બિસ્માર રસ્તાની હાલત કોઇને દેખાતી નથી. આ બિસ્માર રસ્તા બાબતે નજીકના ગામના સરપંચોને પણ ખરેખર કઇ ઓફિસમાં રજૂઆત કરવી તેની પણ ખબર ન હોવાને કારણે તેની સમસ્યાનું સમાધાન થઇ શકતું નથી. આ મામલે અધિકારીઓને રજૂઆત કરવામાં આવે તો તેઓ રસ્તો પંચાયત હસ્તક છે કે રાજ્ય હસ્તક છે. તેવા સવાલો પૂછી રજૂઆત ટાળી દે છે. અને ત્યાર બાદ તાલુકાના ઇજનેરનો સંપર્ક કરવા જણાવે છે તેમ લોકોનું કહેવું છે. પરિણામે કેશોદથી માણાવદરના રસ્તે આવતા ટીકર અને આખા ગામના સરપંચોએ રાજકીય આગેવાનોને રજૂઆતો તો કરી. પરંતુ યોગ્ય જવાબ ન મળતા રાહદારીઓ બિસ્માર રસ્તાઓ પર મુસાફરી કરવા મજબૂર બન્યા છે.

Related posts

મહારાષ્ટ્રમાં કોરોના વાયરસ વકર્યો છે, ત્યારે સરકારે એન-૯૫ માસ્ક અને પીપી સૂટ વેચાણ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂક્યો

pratik shah

Corona પીડિતોની મદદે વિશ્વનાથ આનંદ સહિત આ 6 ચેસ ખેલાડીઓ, ફંડ એકઠું કરવા માટે રમશે ચેરિટી ચેસ ટુર્નામેન્ટ

Bansari

Corona ઇફેક્ટ: મદદ માટે આગળ આવી ટચૂકડા પડદાની સામ્રાજ્ઞી,એક વર્ષની સેલરી સમર્પિત કરશે એક્તા કપૂર

Bansari
Do NOT follow this link or you will be banned from the site!