GSTV
Home » News » જૂનાગઢ : દોઢ મહિના પહેલા મૈસૂરથી લઈ આવેલા ત્રણ બાયસનના સક્કરબાગ ઝૂમાં મોત

જૂનાગઢ : દોઢ મહિના પહેલા મૈસૂરથી લઈ આવેલા ત્રણ બાયસનના સક્કરબાગ ઝૂમાં મોત

જીવદયા તથા પ્રાણી પ્રેમીઓ માટે એક દુખદ સમાચાર છે. જુનાગઢનાં સક્કરબાગ ઝૂ માં ત્રણ બાયસનના મોત થયા છે. મૈસુર ઝુ માંથી બાયસનને લાવવામાં આવ્યા હતા. માત્ર દોઢ માસ માંજ ત્રણેય બાયસનના મોતથી અનેક સવાલો ઉભા થયા છે. બાયસનને કીડની અને લીવર માં ઇન્ફેક્શન થયું હોવાનું જાણવા મળ્યું છે સાથે સાથ એ પણ સામે આવ્યું છે કે સક્કરબાગ ઝૂ ઇન્ફેક્શનથી બચાવવામાં નીષ્ફળ ગયું. તંત્ર હવે ફરીવાર મૈસુર ઝૂ માંથી નવાં બાયસન લાવવાની વાત કરે છે.

ક્યારે લઈ આવવામાં આવ્યા હતા ?

મૈસુર ઝુમાંથી સક્કરબાગ ઝૂમાં ત્રણ બાઈસન અને બે કાળા હંસ લાવવામાં આવ્યા હતા. સક્કરબાગ ઝૂમાંથી બદલામાં મૈસૂરને ચાર સિંહો આપવામાં આવ્યાં હતા. ઉલ્લેખનીય છે કે આ પહેલા પણ ઉત્તરપ્રદેશના ગોરખનાથ ઝૂમાં સિંહો મોકલવામાં આવ્યા હતા. જૂનાગઢનું સક્કરબાગ ઝુની ગણના દેશના મોટા ઝુમાં થાય છે. ગીર અભ્યારણ હોવાના કારણે અહીંથી સિંહોને અન્ય ઝૂમાં મોકલવામાં આવે છે. જ્યારે તે ઝૂના પ્રાણીઓને જૂનાગઢની જનતાના દર્શન માટે લઈ આવવામાં આવે છે. બાયસન પહેલા પણ જૂનાગઢ ઝૂમાં લાવવામાં આવેલ ચિતાનું પણ કિડની ફેલ થવાના કારણે મોત થયું હતું. ઉલ્લેખનીય છે કે વિદેશી પ્રાણીઓને ગુજરાતનું વાતાવરણ માફક નથી આવી રહ્યું. જેથી વિદેશથી મંગાવાયેલા મોંઘાદાટ પ્રાણીઓ માથે પડે છે.

READ ALSO

Related posts

BJP માટે “અશુભ ઓગષ્ટ”, બાજપેયી, સુષ્મા અને હવે જેટલી આ મહિને જ દુનિયાને કહ્યુ અલવિદા

Mansi Patel

અરૂણ જેટલીનો બજેટમાં લાજવાબ શાયરાના અંદાજ, ‘कुछ तो फूल खिलाये हमने और कुछ फूल खिलाने हैं’

Mayur

માત્ર થોડા હજારમાં ફરી શકો છો આખુ અઠવાડિયું યૂરોપમાં, આ રીતે કરો પ્લાનિંગ

NIsha Patel
Do NOT follow this link or you will be banned from the site!