જૂનાગઢ-વીસાવદરના દુધાળા ગામે બે પિતરાઈ બહેનોને ઝેર પિવડાવવાની ઘટના બનવા પામી છે. ઝેર આપેલ યુવતીઓમાંથી બીજી બહેનનું પણ મૃત્યુ થવા પામ્યું છે. જોકે ગઇકાલે એક બહેનનું મોત થવા પામ્યુ હતું. બંને બહેનોના મોતના કારણે પરિવારમાં શોકનું વાતાવરણ છવાઇ ગયુ છે. મળેલી માહિતી મુજબ ગામનાં જ બે યુવાનોએ એકતરફી પ્રેમમાં પાગલ હતા અને તેમણે ગઇકાલે બન્ને યુવતીઓને ઝેર પાયુ હતું. પોલિસે આ બાબતે તપાસ હાથ ધરી છે.
શું હતી સમગ્ર ઘટના ?
એક તરફી પ્રેમમાં પાગલ બે યુવકોએ બે યુવતીઓને પોતાની સાથે ભાગી જવા માટે ધરાર દબાણ કર્યું. યુવતીઓ ભાગી જવા તૈયાર ન થતા બંને યુવકોએ બંને યુવતીઓને ધરાર ઝેરી દવા પીવડાવી દીધી. જેમાં એક યુવતીનું કરુણ મોત થયું છે. આ ઘટના બની છે જૂનાગઢ જિલ્લાના વિસાવદર તાલુકાના દુધાળા ગીર ગામે જ્યારે કાનો ભનુ કોળી અને ભાવેશ ભરત કોળીએ ગામની જ બે યુવતીઓના એક તરફી પ્રેમમાં પડ્યા હતા.
આ બંને યુવતીઓ ખેતરમાં કામ કરી રહી હતી તે સમયે કાનો અને ભાવેશે બંને બહેનોને પોતાની સાથે ભાગી જવાની વાત કરી હતી જેથી બંને યુવતીઓએ પોતાની સગાઈ થઈ ગઈ હોય તે ભાગવા સહમત ન થતાં એક તરફી પ્રેમમાં પાગલ બંને યુવકોએ યુવતીઓના વાળ પકડી છરી બતાવી ઝેરી દવા પીવડાવી દીધી હતી.
જેમાં બંને બહેનોને તાત્કાલિક સારવાર માટે ખસેડાયેલ જેમાં એક યુવતીનું સારવાર દરમિયાન મોત થયું છે. જ્યારે બીજી યુવતીની હાલ ગંભીર છે..આ ઘટબના બાદ યુવતીની માતાની ફરીયાદના આધારે ભાવેશ અને કાના નામના યુવક વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે બંને યુવકો વિરુદ્ધ હત્યાનો ગુનો દાખલ કરી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે
Read Also
- Kursi Nashin/ અંગ્રેજોની સામે બેસવા માટે પણ પરમિશનની જરૂર, 1887નું પ્રમાણપત્ર જોઇને વિચારમાં પડી જશો
- પઠાણ કલેક્શનઃ ‘પઠાણ’ના તોફાનમાં ‘ગાંધી ગોડસે ઉડાવી…’, શાહરૂખ ખાનની ફિલ્મે ત્રીજા દિવસે પણ ખૂબ કમાણી કરી
- રાજસ્થાન, બાદ MPના મુરેનામાં વધુ એક સુખોઈ અને મિરાજ ક્રેશ
- ટૂરિસ્ટની પાસે આવી ગયો ખૂંખાર વાઘ, અટકી ગયા બધાના શ્વાસ જાતે જ જોઇ લો વીડિયો
- રાજસ્થાન/ ભરતપુરમાં આર્મીનું ફાઈટર જેટ ક્રેશ, અધિકારીઓ પહોંચ્યા ઘટનાસ્થળે