GSTV

જુનાગઢ, રાજકોટ સહિત સૌરાષ્ટ્રના અનેક શહેરોને આકાશમાંથી રાતે અજાણ્યા પ્રકાશના ટપકાં જોવા મળતા લોકોમાં કુતૂહલ, અનેક તર્કવિતર્ક

Last Updated on June 21, 2021 by Zainul Ansari

સોમવારે સાંજે જૂનાગઢના આકાશમાં નીચી ઊંચાઈએ વિમાન પસાર થતું હોય એવા પ્રકાશના ટપકા જોવા મળ્યા હતા. ટપકા વધુ સંખ્યામાં હતા અને વિમાન જેવું કશુ લાગતું ન હતું. માટે લોકોમાં જૂનાગઢના આકાશમાંથી પસાર થતા પ્રકાશપુંજ વિશે જાતજાતના તર્કવિતર્ક થવા લાગ્યા હતા. ઉપલેટાવાસીઓનુ કહેવું છે કે એક ધડાકો સંભળાયો પછી આ લાઇટો જોવા મળી રહી છે. જેતપુરના ભાયાવદર પંથકમાં કેટલાક લોકોએ ભેદી ધડાકો સાંભળ્યો હોવાના પણ અહેવાલો પ્રાપ્ત થયા છે.

જુનાગઢ આસપાસ રાજકોટ સિવાય કોઈ એરપોર્ટ નથી અને વિમાન પણ બહુ ઓછા નીકળતા હોય છે. એટલે આ સમયે જોવા મળેલા પ્રકાશપુંજ એ તપાસનો વિષય બન્યો છે. દરમિયાન લોકોએ શું આ પરગ્રહવાસીઓ તો નથી ને એવી પણ પૂછપરછ ચાલુ કરી હતી.

આ પ્રકાશના ટપકા ફાનસ છે કે પછી લાઇટવાળા પતંગ છે તેવી પણ લોકોએ જિજ્ઞાસા વ્યક્ત કરી હતી. જોકે લાઈટ જે પ્રકારે ગોઠવાય છે એ જોતા કોઈ હોય જહાજ કે પછી ડ્રોન પસાર થતું હોય તેવી શક્યતા છે.

Read Also

Related posts

રેગિંગનું દૂષણ: ગોત્રી મેડિકલ કોલેજમાં દૂધ નહીંં લાવી આપવાની બાબતે સિનિયરોએ પાઠ ભણાવવા કરી એવી સજા કે કેટલાકની લથડી તબિયત!

pratik shah

કહાની ઘર ઘર કી / સાસુ-વહુના કજિયાએ ઉગ્ર સ્વરૃપ ધારણ ધર્યું, બુધેલ ગામે વેવાઈ વિફર્યા, મારામારીમાં પાંચ ઈજાગ્રસ્ત

Zainul Ansari

Man vs Wild / સિંહોની પાછળ માલધારી દોડ્યા, વાડાનો દરવાજો ખુલ્લો રહી જતાં થઈ જોયા જેવી

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!