GSTV

સેવા સેતુ કે કુસેવા? ક્યાંક લોકોએ ફરજિયાત ભાષણ સાંભળવું પડ્યું, ક્યાંક બાળકો સહિતની ભીડ ભેગી કરાઈ તો ક્યાંક વળી લોકોના કામ ટલ્લે ચડ્યાં..

સેવા

Last Updated on August 3, 2021 by Bansari

રાજ્યભરમાં સેવા સેતુ કાર્યક્રમની ઉજવણી થઈ રહી છે. તેનાથી લોકોની સેવા ને બદલે કુસેવા થતી હોય એવી સ્થિતિ જોવા મળી રહી છે. જુનાગઢમાં સંવેદના દિવસની ઉજવણી અંતર્ગત સેવા સેતનુ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ગયેલા લોકોએ દોઢેક કલાક સુધી ફરજીયાત સાંભળવું પડયું હતું. સ્ટોલ બંધ કરાવી તમામ લોકોને અધિકારી, નેતાઓનું લાઈવ ભાષણ પુરૃ ન થયું ત્યાં સુધી કોઈ કીટ કે અન્ય વસ્તુ આપવામાં આવી ન હતી અને લોકોને હેરાન થવું પડયું હતું.

રાજયમાં સુશાસન સપ્તાહની ઉજવણી અતંર્ગત આજે જુનાગઢમાં ત્રણ સ્થળે સેવાસેતુ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં લોકોને સાડા નવ વાગ્યાનો સમય આપવામાં આવ્યો હતો. વહેલાસર કામ થાય તે માટે લોકો સાડા નવ વાગ્યા પહેલા પહોંચી ગયા હતા. પરંતુ જે લોકો વિવિધ સેવાઓના સ્ટોલ પર ગયા ત્યાં ઓનલાઈન કાર્યક્રમ શરૃ થતા આ સ્ટોલ બંધ કરાવી લોકોને ઓનલાઈન કાર્યક્રમ જોવા માટે બોલાવી લેવાયા હતા. બાદમાં રાજકોટ ખાતે યોજાયેલ કાર્યક્રમના દીપ પ્રાગટયાૃથી લઈ કલેકટર, મંત્રી તેમજ મુખ્યમંત્રીનું ભાષણ ચાલ્યું ત્યાં સુાૃધી લોકોને બેસાડી રાખવામાં આવ્યા હતા. આમ સેવા સેતુનો લાભ લેવા ગયેલા લોકોને દોઢેક કલાક સુધી ફરજીયાત ભાષણબાજી સાંભળવી પડી હતી.

સેવાસેતુ કાર્યક્રમનો લાભ લેવા ગયેલા મહિલાઓ, બાળકો સહિતના લોકોએ હેરાન થવું પડયું

જીવંત પ્રસારણ કાર્યક્રમ પૂર્ણ ન થયો ત્યાં સુધી કોઈને કીટ કે અન્ય વસ્તુ આપવામાં ન આવી હતી. ત્યારબાદ સ્ટોલ શરૃ થયા હતા અને બે વાગ્યા સુધી અરજી સ્વીકારાઈ હતી. સેવાસેતુ કાર્યક્રમનો લાભ લેવા ગયેલા મહિલાઓ, બાળકો સહિતના લોકોએ હેરાન થવું પડયું હતું.
સુશાસન સપ્તાહની ઉજવણી અંતર્ગત આવતીકાલે જુનાગઢ જિલ્લામાં અન્નોત્સવ યોજાશે. જેમાં સસ્તા અનાજના દુકાનદારને રપ લાભાર્થી ફરજીયાત લઈ જવાના રહેશે. આ કાર્યક્રમમાં લાભાર્થીને દર મહિને જે રાશન આપવામાં આવે છે. તે આ કાર્યક્રમમાં આપી દેવાડો કરવામાં આવશે. આ રાશનકીટ માત્ર પ્રધાનમંત્રીનાં ફોટાવાળી થેલીમાં અપાશે. તે એક બાબત વિશીષ્ટ હશે. જે લાભાર્થીને આવતીકાલે કીટ અપાશે. તેને હવે પછી દુકાનેથી આ મહિનાનું રાશન નહી મળે.

રાજકોટમાં આજે મુખ્યમંત્રીએ સરકાર ઉજવણી નથી કરતી પણ સેવાકાર્યો કરી રહી છે તેમ જણાવ્યું હતું પરંતુ, સેવાકાર્યોને પણ સ્થાનિક હજુરિયા તંત્રોએ ઉજવણીનું રૃપ આપી દીધું હતું અને સેવા સેતુ સહિત કાર્યક્રમોમાં લાખોના ખર્ચે મંડપ સહિત સુશોભન ઉભા કરીને ટોળા ભેગા કરાયા હતા.

સેવા

બે હજારથી વધુ લોકો ભેગા થયા

આધારકાર્ડ, રાશનકાર્ડમાં નામ ઉમેરવું,સુધારવું, આવાસ યોજનાની અરજી, સરકારની વિવિધ સહાય યોજના, દિવ્યાંગતાનું પ્રમાણપત્ર, બસના કન્સેશન પાસ, નવું વિજજોડાણની અરજી, વ્યવસાયવેરા અરજી, વૃધ્ધ પેન્શન યોજના, સિટી બસના પાસ, જાતિ પ્રમાણપત્ર, લગ્ન નોંધણી પ્રમાણપત્ર, પ્રોપર્ટી ટેક્સ, નળજોડાણ, વિધવા સહાય, ફૂડ લાયસન્સ વગેરે અરજીઓ લેવા, દાખલા આપવાનું કામ તદ્દન રૃટીન છે અને તે કરવા માટે જ પ્રજાના જ પૈસે ઓફિસ,તગડો પગાર,સ્ટાફ સહિતની સુવિધાઓ સરકારી કચેરીઓને પૂરી પડાય છે. છતાં આ કામ અમે કર્યું તે દેખાડવા સેવાસેતુનો કાર્યક્રમ ઉપરોક્ત કામગીરી માટે યોજાયો હતો જ્યાં આશરે બે હજારથી વધુ લોકો ભેગા થયા હતા. સહાય મેળવવા લોકોની લાંબી કતાર નજરે પડી હતી અને સહાયવાંચ્છુઓ ટોળે વળ્યા હતા. આ તમામ સહાય લોકોને ઘર બેઠા અને રૃટીન ઓફિસ અવર્સમાં જ આપી શકાય તેમ હતી તેનો મહાપાલિકાએ કાર્યક્રમ યોજી નાંખી નેતાઓના ભાષણ સાંભળે તે માટે પ્લેટફોર્મ તૈયાર કરી આપ્યું હતું. દિવ્યાંગોને તેમના ઘરે જઈને પ્રમાણપત્ર આપવાને બદલે ટ્રાફિકજામવાળા શહેરમાં યાજ્ઞિાકરોડ પર બોલાવાયા હતા.

ભાજપ કાર્યાલયમાં મુખ્યમંત્રી મુલાકાત લે તે સ્વાભાવિક છે પણ ત્યાં મર્યાદિત આગેવાનોને બદલે સી.એમ.ને મોઢુ દેખાડવા ટોળા ભેગા થયા હતા અને ડિસ્ટન્સનો ભંગ નજરે પડયો હતો. કેટલાક માસ્ક વગરના પણ હતા. કોરોના હજુ ગયો નથી તેમ વડાપ્રધાન વારંવાર કહી ચૂક્યા છે, દેશના તજજ્ઞાો ત્રીજી લહર ઓગષ્ટ (ચાલુ મહિના)ના અંત સુધીમાં આવે તેવી ભીતિ વારંવાર વ્યક્ત કરી ચૂક્યા છે અને તેથી હજુ પણ ધો.૧થી ૮ સુધીની પ્રાથમિક શાળાઓ સરકારે ખોલવા માટે મંજુરી આપી નથી. આમ છતાં આજે બાળકોને એક મંચ પર ભેગા કરાયા, ખુરશીઓ રાખીને બેસાડયા હતા. ઉલ્લેખનીય છે કે બાળકોને હજુ વેક્સીન અપાયેલી નથી. નાના ભુલકાંઓ માસ્ક પહેરવાથી પણ ટેવાયેલા હોતા નથી.

સેવા

કોરોના વકરે તો કોની જવાબદારી?

કોરોના મહામારીનું મોજુ આવે, કેસો વધે એટલે લોકો બેફીકર રહ્યા તેમ કહીને પ્રજા પર જવાબદારી ઠોકી બેસાડાય છે. પરંતુ, શુ આ કાર્યક્રમો, ટોળાઓ લોકો ભેગા કરે છે? લોકોને કોઈ ભાષણો સાંભળવા ધસી જવાનો અભરખો હોતો નથી. રાજકોટમાં એક તરફ ભંગાર રસ્તા છે, મનપાએ એક સાથે બ્રીજના અનેક કામો હાથ ધરીને ધમધમતા માર્ગો બંધ કર્યા છે અને તેમાંય આજે ઝેડ પ્લસ સિક્યુરિટી ધરાવતા મુખ્યમંત્રી માટે શહેરભરના અનેક માર્ગો બંધ કરાયા તેથી ટ્રાફિક જામ પણ સર્જાયો હતા.

ધોરાજી ખાતે સેવા સેતુ કાર્યક્રમમાં મહેમાનોનો પરીચય નહી અપાતા અપમાનની લાગણી પ્રવર્તી રહી હતી. જામનગરમાં મહાપાલિકાના ઉપક્રમે સંવેદનાદિનની ઉજવણી થઈ હતી. જેમાં સેવા સેતુ કાર્યક્રમ હેટળ ટાઉનહોલમાં આયોજિત કાર્યક્રમનો લાભ અનેક લોકોએ લીધો હતો આવતીકાલ તા.૩નાં અન્ન ઉત્સવ નિમિત્તે ૧૭૭ સસ્તા અનાજની દુકાનોમાં અનાજવિતરણના કાર્યક્રમ યોજાશે.

મોરબીનાં ટંકારા તાલુકાના ધુ્રવ નગર ખાતે ગ્રામપંચાયતના બિલ્ડીંગના ભુમિપુજનનો કાર્યક્રમ યોજાયો હતો. જયારે જામકંડોરણાના બાલાસર ગામે સંવેદનાદિન નિમિત્તે જુદી જુદી યોજના હેઠળ સહાયના હુકમોનું વિતરણ કરવામાં આવ્યું હતું. કાલાવડમાં મુકતેશ્વર મહાદેવ મંદિર ખાતે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. તેમજ બાલંભડી ડેમ ઓવરફલો થતાં જળપુજન કરવાનો કાર્યક્રમ યોજાયો હતો.
ગીરસોમનાથ જિલ્લામાં સેવાસેતુ કાર્યક્રમ હેઠળ ૫૩૪૬ અરજીઓનો નિકાલ કરવામાં આવ્યો હતો. નગરપાલિકા કચેરીમાં આઐયોજિત કાર્યક્રમમાં આધારકાર્ડ, જાતિના દાખલા કાઢવા સહિતની અરજીઓનો નિકાલ કરવામાં આવ્યો હતો.

બગસરામાં મેઘાણી હાઈસ્કૂલ ખાતે યોજાયેલો સેવાસેતુ કાર્યક્રમ ગરીબ લોકોની ક્રૂર મજાક સમાન બની રહ્યો હતો. આજે માં જાતિગત દાખલા માટે આવેલા ગરીબ માણસોને સોગંદનામું કરી મામલતદાર ઓફિસે આવવાનું જણાવવામાં આવ્યું હતું. આ લોકો દ્વારા વ્યવસૃથા પરિવર્તન પાર્ટીના જિલ્લા પ્રમુખને સૃથળ પર બોલાવ્યા અને સવારના ૧૦ વાગ્યાથી લાઈન લગાવીને ઉભા રહેવાનું કહ્યું જ્યારે વારો આવતા તેમને જણાવવામાં આવ્યું, ‘સોગંધનામાંની નકલ સાથે લાવી મામલતદાર આફિસે આવજો.’ સમય મર્યાદા ૪ વાગ્યાની હોવા છતાં કાર્યક્રમ બપોરે એક વાગે પૂર્ણ જાહેર કરી દેવાયો હતો ઘણા લોકોના બીજા કામો પણ રહી જતા બૂમાબૂમ થઈ ગઈ હતી.

કોરોનાની ત્રીજી લહેર આવા કાર્યક્રમ માંથી શરૃ થાય તેવા દ્રશ્યો જોવા મળ્યા

ધોરાજીમાં ભગવતસિંહજીનું હાઈસ્કુલ ખાતે સેવાસેતુ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ઉપસિૃથત મહેમાનનું સ્વાગત નહી થતા તેમજ મહેમાનોનો પરીચય આપવામાં નહીં આવતા નારાજગી પ્રવર્તી હતી. સૃથાનિક પ્રશાસનની અવ્યવસૃથાનો મુદો મહેમાનોમાં ચર્ચાનો વિષય બન્યો હતો. પાટણવાવ ખાતે સેવાસેતુ કાર્યક્રમ યોજાયા હતો. પોરબંદરમાં શૈક્ષણિક સહાયની યોજનાઓ હેટળ ચેક વિતરણ, સહાયકીટનાં વિતરણ સહિતનાં કાર્યક્રમો જ્ઞાાનશક્તિ દિનની ઉજવણી નિમિત્તે યોજવામાં આવ્યા હતાં. બગસરામાં મેઘાણી સ્કુલમાં સેવાસેતુ કાર્યક્રમ સંપન્ન થયો હતો.

વેરાવળમાં જ્ઞાનશક્તિ દિનની ઉજવણી મહિલા કોલેજ ખાતે થઈ હતી. જેમાં ટેબલેટ, શિલ્પકૃતિ અને શોધ યોજનાના લાભાર્થીને ચેકનું વિતરણ કરવામાં આવ્યું હતું. તા.૩નાં રાશનકાર્ડ ધારકોને વિનામુલ્યે અનાજવિતરણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો છે.ગોંડલના લીલાપીઠ ખાતે સેવા સેતુ અંતર્ગત પશુરોગ નિદાન કેમ્પ યોજાયો હતો. તાલાલા તાલુકામાં આંબળાશ ગામે સેવા સેતુ કાર્યક્રમ હેઠળ ૩ અનાથ બાળકોને રૃા. ૪ હજારના ચેકનું વિતરણ કરવામાં આવ્યું હતું. સુત્રાપાડા તાલુકાના પ્રશ્નાવાડા ખાતે સેવા સેતુ કાર્યક્રમમાં ૩૩૬૨ અરજીનો નિકાલ કરવામાં આવ્યો હતો.

દ્વારકામાં તાલુકા શાળા નં.-૧માં સેવા સેતુ કાર્યક્રમ યોજાયો હતો. જયારે જોડિયા તાલુકા બક્ષીપંચ મોરચા દ્વારા સરકારી હોસ્પિટલમાં કીટ વિતરણ કરાયું હતું. દેવભૂમિ દ્વારકા જિલ્લાનો સેવા સેતુ કાર્યક્રમ ખંભાળિયાના ટાઉન હોલમાં યોજાયો હતો. જેમાં લાભાર્થીઓને કીટ, પ્રમાણપત્ર, હુકમો આપવામાં આવ્યા હતા. અમરેલીમાં ખડૂત તાલિમ કેન્દ્ર ખાતે આયોજિત સેવા સેતુ સમારોહમાં સેવા સેતુ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં મહાનુભાવોએ પ્રસંગિક ઉદ્બોધન કર્યા હતા.

કોરોનાની ત્રીજી લહેર આવા કાર્યક્રમ માંથી શરૃ થાય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા. સોશિયલ ડિસ્ટન્સ પણ જળવાયું નહોતું. તાલુકામાં બે સ્થળે આવો કાર્યક્રમ યોજાયો હતો. ગ્રામ્ય વિસ્તારનો કાર્યક્રમ નવા ઘનશ્યામગઢ પ્રાથમિક શાળા ખાતે યોજાયો હતો. કાર્યક્રમમાં પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડયો હતો તેવું અરજદારોએ જણાવ્યું હતું. એક અરજદારે જણાવ્યું હતું કે છેલ્લા બાર મહિનાથી હું આાધારકાર્ડ માટે ધરમ ધક્કા ખાવ છું ત્યારે આજે મને આશા હતી કે સેવા સેતુ કાર્યક્રમ આ મારું આધારકાર્ડ નીકળી જશે પરંતુ આજે પણ ધરમ ધક્કો ખાઈને પરત જવું પડયું છે. આ સરકાર માત્ર તાયફા કરે છે. કામ કરતી નથી એવો તેણે આક્ષેપ કર્યો હતો.

Read Also

Related posts

જ્યોતિષ / ગુરુ અને શનિનું એકીસાથે એક જ રાશિમાં આગમન બનાવી દેશે આ રાશિજાતકોને માલામાલ, જાણો તમારી રાશિ છે કે નહિ…?

Zainul Ansari

ગ્લોબલ કોવિડ સમિટમાં વડાપ્રધાન મોદીએ વિશ્વને આપ્યો સંદેશ, ભારતે કોરોના દરમિયાન 150 દેશોની કરી મદદ

Zainul Ansari

ડ્રગ્સ મામલે મોટા ખુલાસા/ નશાનો વેપાર કરવા માટે અપનાવતા હતા આ તરીકે, 8 લોકોની ધરપકડ

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!