GSTV

સક્કરબાગ પ્રાણીસંગ્રહાલયના તંત્રની વધુ એક ઘોર બેદરકારી સામે આવી, જીવદયા પ્રેમીઓ લગાવ્યા ગંભીર આક્ષેપો

જૂનાગઢના સક્કરબાગ પ્રાણીસંગ્રહાલયના વહીવટી તંત્રની વધુ એક ઘોર બેદરકારી સામે આવી છે. રાજ્યના અલગ-અલગ પ્રાણી સંગ્રહાલયમાંથી વન્ય પ્રાણીઓને સારવાર માટે સક્કરબાગ લાવવામાં આવે છે. પરંતુ ખાટલે એવી ખોટ છે કે, સક્કરબાગમાં જે વન્ય પ્રાણીઓને સારવાર માટે લાવવામાં આવે તે પ્રાણીઓની સ્થિતિ વધારે બગડતી હોવાના આક્ષેપ જીવદયા પ્રેમીઓ દ્વારા કરવામાં આવ્યા છે.  સક્કરબાગમાં  સિંહ-દીપડા જેવા પ્રાણીઓ માટે અલગ-અલગ ઓરડા જેવા પાજંરાઓ આવેલા છે

પ્રાણીઓની સ્થિતિ વધારે બગડતી હોવાના આક્ષેપ જીવદયા પ્રેમીઓ દ્વારા કરવામાં આવ્યા છે.

વરસાદી પાણીના મચ્છરોનો પણ ઉપદ્રવ

નોંપાત્ર છે કે જેમાં ૧૦થી ૧૨ જેટલી ઓરડીઓમાં સ્લેબમાંથી વરસાદ દરમ્યાન પાણી પડે છે. અને આ ઓરડીઓમાં સારવાર માટે બીમાર કે ઈજાગ્રસ્ત સિંહ કે દીપડા ઓને રાખવામાં આવ્યા હોય છે..વરસાદી પાણીના મચ્છરોનો પણ ઉપદ્રવ રહે છે જેથી સારવાર માટે લાવવામાં આવેલ સિંહ-દીપડાની તબીયત સુધરવાને બદલે વધુ બગડી રહી હોવાનો વન્યપ્રાણી પ્રેમીઓનો આક્ષેપ છે. તો બીજી બાજુ સક્કરબાગના વહીવટી તંત્રની પોલ ન ખુલે તે માટે મોટાભાગના સીસીટીવી પણ બંધ છે. ત્યારે આ મામલે સક્કરબાગના અધિકારીઓ સાથે સંપર્ક કરવામાં આવતા તેઓ આ મામલે કંઈપણ બોલવા તૈયાર નથી.

READ ALSO

Related posts

RSSના આર્થિક સંગઠનની મોદી સરકારને સલાહ, MSPની નવી ગેરેન્ટી વાળું બિલ લાવો

Pravin Makwana

અનલોક 5માં 500 લોકોને પ્રસંગમાં હાજર રહેવા છૂટ આપવાની માગ

Nilesh Jethva

સારા રસ્તા માટે અમદાવાદીઓએ હજુ જોવી પડશે નવરાત્રિ સુધી રાહ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!