GSTV

જુનાગઢ / પ્રજાના 22 કરોડ રૂપિયાના ખર્ચે બનાવેલા રોડ-રસ્તા દોઢ મહિનામાં સ્વાહા, ‘ભ્રષ્ટાચાર મુક્ત કોર્પોરેશન’ ફક્ત નારો

Last Updated on August 2, 2021 by Zainul Ansari

જુનાગઢમાં ભૂગર્ભ ગટરના ખોદકામ બાદ ૨૨ કરોડ રૂપિયાના ખર્ચે જૂનાગઢના તમામ મુખ્ય રસ્તાઓને મઢવાની શરુઆત થઈ હતી.. હજુ તો રસ્તાનું કામ પુર્ણ થયાને દોઢેક માસ જેટલો સમય થયો ત્યાં જ રસ્તાની કાંકરીઓ ઉડતા ભ્રષ્ટાચારની પોલ ખુલવા લાગી છે.

જૂનાગઢમાં ભૂગર્ભ ગટરનું કામ મુખ્ય રસ્તાઓ પર ચાલી રહ્યું હતું તે કામ પૂર્ણ થયા બાદ ગત ચોમાસામાં જૂનાગઢવાસીઓ રોડ રસ્તાથી ત્રસ્ત થઈ ગયા હતા. બાદમાં ૨૨ કરોડના ખર્ચે જૂનાગઢમાં તમામ મુખ્ય રસ્તાઓને મઢવા માટે ગ્રાન્ટ ફાળવવામાં આવી. ગત ચોમાસુ પૂર્ણ થયા બાદ રસ્તાની કામગીરી શરૂ કરાઇ. પરંતુ રસ્તાના કામના તમામ લેયરને બદલે એકાદ લેયર બાકી રાખવામાં આવ્યા હતા.

પરંતુ જે મુખ્ય રસ્તાઓ પર લેયરની કામગીરી પૂર્ણ થઇ છે ત્યાં રસ્તાની કાંકરીઓ ઉડવા લાગી. જેથી જૂનાગઢવાસીઓએ સત્તાધીશો સામે સવાલો કર્યા છે. વધુ એકવાર રોડ રસ્તાને લઇ જૂનાગઢની પ્રજામાં ભાજપના શાસકો પર અવિશ્વાસ ઉભો થયો છે અને ભ્રષ્ટાચારના આક્ષેપો થવા લાગ્યા છે.

ભ્રષ્ટાચારથી વગોવાયેલી જૂનાગઢ મહાનગર પાલિકાએ જ્યારે રસ્તાનું કામ શરૂ કર્યું ત્યારે છબી સુધારવા માટે ભાજપના શાસકોએ રસ્તાના નવીનીકરણની કામગીરી દરમિયાન રસ્તા પર બોર્ડ લગાવી રસ્તાને લગતી ગ્રાન્ટની રકમ જવાબદાર અધિકારીનું નામ, કામ કરનાર એજન્સીનું નામ, ગેરેન્ટી પિરિયડ સહિતની તમામ વિગતો વાળા બોર્ડ લગાવ્યા હતા.

જેથી થોડા સમય માટે તો જૂનાગઢવાસીઓને થયું કે હવે રસ્તાના કામમાં ભ્રષ્ટાચાર નહીં થાય પરંતુ હજુ તો માત્ર પાંચ દસ ઈંચ જેટલા વરસાદ પડયો ત્યાં જ રસ્તાઓની કાકરીઓ ઉડી ખાડા પડવા લાગતા કોંગ્રેસે પણ ભ્રષ્ટાચારના આક્ષેપ કર્યા છે. જ્યારે જૂનાગઢના મેયર દાવો કરી રહ્યા છે કે ભૂગર્ભ ગટરના કારણે રસ્તાના કામમાં ફરિયાદો ઉઠી રહી છે. ૨૨ કરોડની ગ્રાન્ટમાંથી હજુ 10 કરોડ જ વાપરવામાં આવ્યા છે.

સૌ જાણે રસ્તાના કામ કેવી રીતે અને કેવા થતા હોય છે. ત્યારે સવાલ થાય કે હવે જૂનાગઢવાસીઓને ભ્રષ્ટાચાર વાળા રસ્તા પર ચાલવું પડશે કે ભ્રષ્ટાચારથી મુક્ત મેયરના દાવા મુજબના ગુણવતા યુક્ત રસ્તા પર તે તો આગામી સમય જ બતાવશે. પરંતુ હાલ તો રસ્તા પર થયેલા કામમાં ભ્રષ્ટાચારની ગંધ આવી રહી છે તેમાં કોઇ બે મત નથી.

Read Also

Related posts

Birthday Special/ બોલ્ડનેસમાં નિયા શર્મા બધાને આપે છે મ્હાત, આ સીરિયલથી એક્ટ્રેસે બનાવી ઓળખ

Damini Patel

ગુજરાતના રાશનકાર્ડ ધારકો માટે મોટા સમાચાર: સપ્ટેમ્બર માસનું અનાજ 18 તારીખથી અપાશે, 17 દિવસ લાખો પરિવારને ભૂખ્યા રાખ્યા

Pravin Makwana

નવી પાર્કિંગ પોલિસી: આડેધડ મનફાવે ત્યાં પાર્કિંગ કરી શકાશે નહીં, નક્કી કરેલી જગ્યાએ જ વાહન પાર્ક કરવા

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!