GSTV

નારી શક્તિ : ગુજરાતના રક્ષણની બાગડોર નવનિયુક્ત 1397 મહિલા પોલીસ સંભાળશે

જૂનાગઢ પોલીસ તાલીમ મહાવિદ્યાલયમાં 1397 લોકરક્ષક મહિલા પોલીસની પાસિંગ પરેડનું આયોજન કરવામાં આવ્યું હતું. ગુજરાત રાજ્ય પોલીસ બોર્ડ દ્વારા પસંદગી પામેલી છેલભાઇ દવે પોલીસ તાલીમ મહાવિદ્યાલયની લોકરક્ષક મહિલા પોલીસ બેચનો દિક્ષાંત પરેડ સમારોહ યોજાયો હતો. 40 જેટલી લોકરક્ષક પ્લાટુનોએ પરેડમાં પોતાનું કૌવત પ્રદર્શિત કર્યું હતું. સમારોહમાં તાલીમ દરમિયાન ઉત્કૃષ્ઠ દેખાવ કરનારા તાલીમાર્થીઓને પુરસ્કાર અર્પણ કરાયા હતા. જેમાં આઉટડોર કક્ષાએ પ્રથમ સ્થાને નિરુબેન સોલંકી અને દ્વિતીય સ્થાને શીતલ પટેલે વગેરે તાલીમાર્થીઓને સન્માનિત કરાયા હતા. આ પ્રસંગે જિલ્લા ન્યાયધીશ ડી.ટી. સોની, જૂનાગઢના મેયર આદ્યશક્તી મજમુદાર, નાયબ માહિતી નિયામક સહિત વિવિધ વિભાગનાં ઉચ્ચ અધિકારીઓ તેમજ પોલીસ લોકરક્ષકના પરિવારજનો સહિત બહોળી સંખ્યામાં પ્રજાજનો ઉપસ્થિત રહ્યા હતા.

 

Related posts

સુરતમાં પોલીસે સોસાયટીમાં ઘૂસીને બહાર નીકળી ઠઠ્ઠા મશ્કરી કરતા લોકોને પાઠ ભણાવ્યો, જાહેરમાં કરાવી ઉઠક-બેઠક

Karan

ગુજરાતના હોટસ્પોટ અમદાવાદમાં આ વિસ્તારમાં સૌથી વધારે કેસ, આ આંકમાં દેશમાં આ ક્રમે પહોંચ્યું શહેર

Karan

દહેગામના લવાડમાં ઘૂસ્યા 10થી 12 સંદિગ્ધ, લોકોએ હોબાળો કરતાં પહોંચી ગઈ પોલીસ

Karan
Do NOT follow this link or you will be banned from the site!