GSTV
Junagadh ગુજરાત ટોપ સ્ટોરી

જૂનાગઢ / ભારે વરસાદના પગલે આ ડેમ ઓવરફ્લો, નિચાણવાળા વિસ્તારોને કરાયા એલર્ટ

ડેમ

જૂનાગઢમાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી છે. ત્યારે જુનાગઢ શહેરને પાણી પૂરું પાડતો ઓઝત ડેમ ઓવરફ્લો થયો હતો. ઓજત વીયર ડેમ ઓવરફ્લો થતા નદી કિનારાના ગામોને એલર્ટ આપવામાં આવ્યું છે. ચોમાસાની શરૂઆતમાં જ ઓઝત વીયર ડેમ ઓવરફ્લો થતાં લોકોમાં ખુશી ફેલાઇ હતી. ઓઝત વીયર ડેમમાંથી જૂનાગઢના આણંદપુર, વંથલીના રાયપુર અને સુખપુર અને મેંદરડાના નાગલપુર ગામને એલર્ટ આપવામાં આવ્યું છે.

ડેમ

જૂનાગઢમાં મેઘમહેર

રાજ્યમાં વરસાદી માહોલ વચ્ચે જૂનાગઢમાં સવારથી મેઘમહેર થઈ રહી છે. જૂનાગઢમાં અનરાધાર વરસાદ વરસી રહ્યો છે. વરસાદના પગલે નદી, નાળા ભરાયા હતા. તો ડેમમાં પણ નવા નીરની આવક થઈ છે. જોકે ભારે વરસાદના પગલે લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. અનેક સ્થળે પાણી ભરાયા છે. કેટલાક અંડર બ્રિજમાં પાણી ભરાઈ જતા વાહનવ્યવહાર ખોરવાયું છે. વાહનચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. મળતી માહિતી મુજબ વિસાવદરમાં 6 અને કોયલીમાં 4 ઇંચ વરસાદ વરસ્યો છે.

વરસાદ

ઉલ્લેખનીય છે કે જુનાગઢ શહેર તેમજ આજુબાજુના વિસ્તારમાં ગાજવીજ સાથે વરસાદ વરસી રહ્યો છે. જુનાગઢનાવિસાવદર, કોયલી, દોતલપરા, ખામધ્રોલ રોડ, બસ સ્ટેન્ડ રોડ, રેલ્વે સ્ટેશન રોડ સહિતના વિસ્તારોમાં વરસાદ ખાબક્યો છે. ભારે વરસાદને પગલે અનેક રોડ રસ્તા પર પાણી વહેતા થયા છે. જુનાગઢ શહેર ઉપરાંત ગ્રામ વિસ્તારોમાં પણ ધોધમાર વરસાદ પડી રહ્યો છે. ભારે વરસાદ વરસતા ખેડુતોમાં ખુશીની લાગણી છવાઈ છે.

જોષીપર અંડરબ્રીજ બંધ

જૂનાગઢમાં ચારથી પાંચ ઈંચ વરસાદમાં અનેક સ્થળે પાણી ભરાવવાની સમસ્યા યથાવત છે. દર વર્ષની માફક આ વર્ષે પણ જોષીપર અંડરબ્રિજમાં પાંચથી છ ફૂટ પાણી ભરાઈ ગયા. જેના કારણે આવન જાવન કરવા માટેનો રસ્તો બંધ થયો. વાહનો ચાલકો, રાહદારીઓ, સ્થાનિકોએ તંત્રની પ્રિ મોન્સુન કામગીરી પર સવાલ ઉઠાવ્યા હતા.

વરસાદ

ગિરનાર પર્વત પર ધોધમાર વરસાદ

જૂનાગઢના ગિરનાર પર્વત પર ધોધમાર વરસાદથી ભારે મુશ્કેલી સર્જાઇ હતી. યાત્રિકોને ગીરનારના પગથિયા ઉતરવામાં મુશ્કેલી ઉભી થઇ હતી. ગિરનારની સીડી પર ધસમસતા પાણીનો પ્રવાહ વહેવા લાગ્યો હતો. ગિરનારની પગથિયા નજીકથી મોટી શીલાઓમાંથી ધસમસતો પાણીના પ્રવાહ વહી રહ્યો હતો.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય સમાચાર.

READ ALSO

Related posts

ગુજરાતમાં શરૂ થશે ચોમાસાનો નવો રાઉન્ડ : આગામી 5 દિવસ જામશે વરસાદી માહોલ, ભારેથી અતિભારે વરસાદની આગાહી

Bansari Gohel

સુરત/ અલ્પેશ કથીરિયાના ભાઇએ કરી મારામારી, હોબાળો મચાવતા ઉઠાવી ગઇ ક્રાઇમ બ્રાન્ચ

Bansari Gohel

ટાર્ગેટ કિલિંગ/ જમ્મુ-કાશ્મીરમાં આતંકીઓએ બે કાશ્મીરી હિંદુ ભાઇઓ પર અંધાધૂંધ વરસાવી ગોળીઓ, એકનું મોત

Bansari Gohel
GSTV