GSTV
Junagadh ગુજરાત

PHOTO / ગુજરાતના આ શહેરમાં હિન્દુ-મુસ્લિમ બાળાઓ સાથે રમે છે ગરબા, પ્રાચીન ગરબીનું છે ખૂબ જ મહત્વ

નવરાત્રીના પર્વને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે ખેલૈયાઓ અને આયોજકોએ પણ તમામ તૈયારીઓને આખરી ઓપ આપી દીધો છે. જુનાગઢની વાત કરીએ તો, જુનાગઢ શહેરમાં હજુ પણ પ્રાચીન ગરબીઓ કે જે ખરા અર્થમાં નવરાત્રીમાં ભક્તિ કરે છે.

અને આ ગરબીને જોવા માટે લોકો ફરજિયાત આવતા હોય છે. આ ગરબીની વિશિષ્ટતા એ છે કે આ ગરબીમાં હિન્દુ બાળાઓની સાથે મુસ્લિમ બાળાઓ માતાજીની ભક્તિમાં લીન થઈ ગરબે ઘૂમે છે.

જુનાગઢની વણઝારી ચોકની ગરબી એટલી પ્રખ્યાત છે કે, તેનો એક એક રાસ જોવા માટે હજારો લોકો એકઠા થતાં હોય છે. તો બીજી તરફ આયોજકો દ્વારા પણ માતાજીના ગરબા અને રાસ લોકોને આકર્ષે તેવો પ્રયાસ કરવામાં આવે છે. આ ગરબીમાં કલાકાર તરીકે પંજાબી મહિલા વર્ષોથી સેવા આપે છે.

નવાબી કાળથી ચાલતી આ ગરબીમાં હિન્દુ મુસ્લિમ સહિતની તમામ બાળાઓ ગરબે ઘૂમે છે. અહીં એક પણ રૂપિયાની ફી લેવામાં આવતી નથી. દરેક ગરબે ઘૂમતી બાળાઓને રોકડ અને ઇનામો આપી નવાજવામાં આવે છે.

હાલમાં નવરાત્રીની તૈયારીના ભાગરૂપે દરેક બાળકોને પ્રેક્ટિસ કરાવવામાં આવી રહી છે. આ ગરબીમાં ભુવા રાસ એટલે કે છુટા વાળ રાખી બાળાઓ ગરબે ઘૂમે છે. સળગતી હિંઢોણીના રાસ, પટેલ પટલાણીનો રાસ સહિતના અનેક રાસ ખૂબજ પ્રખ્યાત માનવામાં આવે છે.

READ ALSO

Related posts

અમદાવાદીઓ ધ્યાન આપો / પીએમ મોદીના કાર્યક્રમ સમયે શહેરના આ રસ્તાઓ થોડા કલાકો માટે રહેશે બંધ

Hemal Vegda

Drone Show / 36મી નેશનલ ગેમ્સના ઉદ્ઘાટનની પૂર્વ  સંધ્યાએ 600 ડ્રોનનો અદ્ભૂત ડ્રોન-શો યોજાયો, જુઓ રોમાંચક વિડીયો

Hemal Vegda

અમદાવાદ / ઢોરવાડા ફૂલ થઈ જતા રખડતા ઢોર  પકડવાની કામગીરી પડી ધીમી

Hemal Vegda
GSTV