GSTV
Home » News » જૂનાગઢ મનપાની ચૂંટણીને ગણતરીના દિવસો , ભાજપ વિરુદ્ધ બેનરો લાગતા તંત્ર થયું દોડતું

જૂનાગઢ મનપાની ચૂંટણીને ગણતરીના દિવસો , ભાજપ વિરુદ્ધ બેનરો લાગતા તંત્ર થયું દોડતું

જૂનાગઢ મનપાની ચૂંટણીને ગણતરીના દિવસો બાકી છે ત્યારે ભાજપ વિરુદ્ધ બેનરો લગાવી મતદારો પોતાનો રોષ વ્યકત કરી રહ્યા છે.આજે પણ વોર્ડ 13માં ભાજપ વિરોધી બેનરો લગાવી લોકોએ પોતાની નારાજગી વ્યક્ત કરી હતી. 13નો આંકડો કદાચ ભાજપ માટે અનલક્કી સાબિત થાય તો નવાઇ નહીં.કારણકે જૂનાગઢ મનપાનો વોર્ડ નંબર 13 ભાજપ માટે પડકારરૂપ સાબિત થાય તો નવાઇ નહીં કારણકે વોર્ડ નંબર 13ના લોકોએ ભાજપ વિરુદ્ધ બેનર દ્વારા વિરોધ નોંધાવ્યો છે.

વોર્ડ નંબર 13માં આ બેનર લગાવાયા છે.જ્યાં ગત ટર્મના કોર્પોરેટર દ્વારા કોઈ જ કામગીરી ન કરતા મતદારો રોષે ભરાયા છે.. જેથી વોર્ડ નં 13ના રહીશોએ ભાજપના કોર્પોરેટર તેમજ કાર્યકરોએ વોર્ડમાં પ્રવેશ ન કરવો તેવી ચીમકી બેનરમાં ઉચ્ચારાઇ છે. તો આ વિસ્તારમાં ભાજપ વિરોધી બેનર લગાવ્યા હોવાની જાણ થતા ચૂંટણી અમલી અધિકરણની શાખાના અધિકારીઓ આવી પહોંચ્યા હતા અને આ તમામ બેનરો ઉતારી લેવાયા હતા.

આ વિસ્તારમાં કોર્પોરેટર રહી ચૂકેલા ભાજપના હાલના ઉમેદવાર પોતાનો લૂલો બચાવ કરી રહ્યા છે..તેઓ કહે છેકે વોર્ડમાં એક ગલી ને બાદ કરતા તમામ જગ્યાએ રોડ ગટર પાણી સહિતના કામો થઈ ચૂક્યા છે. જૂનાગઢ મનપાની ચૂંટણી નજીક આવતા વિરોધનો વંટોળ પણ જોરજોરથી ઊઠવા લાગ્યો છે ત્યારે મતદારો ફરી કેવા ઉમેદવારોને ચૂંટશે તે જોવાનું મહત્વનું બની રહેશે.

READ ALSO

Related posts

જાણો શ્રાવણ મહિનામાં લીલો રંગ પહેરવા પાછળ શું છે કારણ

Dharika Jansari

ઑફિસમાં સારા પ્રદર્શન માટે કરો આ કામ, આ ખાસ વાતોનું રાખો ધ્યાન

Mansi Patel

બાબરી મસ્જિદ મામલે સુપ્રીમે અડવાણી અને જોશીનો ફેસલો નવ મહિનાની અંદર આપી દેવા કહ્યું

Mayur
Do NOT follow this link or you will be banned from the site!