GSTV

બર્ડ ફ્લૂની દહેશત વચ્ચે માંગરોળમાં અનેક કાગડાઓના શંકાસ્પદ મોત, સ્થાનિકોમાં ફફડાટ

Last Updated on January 9, 2021 by pratik shah

જૂનાગઢમાં નોંધાયેલા બર્ડ ફ્લૂના કેસ બાદ વધેલી દહેશત વચ્ચે માંગરોળના લોએજ પાસે કાગડાઓના શંકાસ્પદ મોત થતા સ્થાનિકોમાં ફફડાટ જોવા મળ્યો છે. 70થી 80 કાગડાઓના મૃતદેહો મળ્યાની ચર્ચાઓ શરૂ થઈ. જોકે, વનવિભાગ માત્ર 10 કાગડાઓના મૃતદેહ લઈને જતુ રહ્યુ હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.

બર્ડ ફ્લૂ

માણાવદર પહોંચી હેલ્થની ટીમ

તો બીજી તરફ માણાવદરમાં બર્ડ ફ્લુનો પોઝીટીવ કેસ સામે આવતા ગાંધીનગરથી હેલ્થ વિભાગના ઉચ્ચ અધિકારીઓની ટીમ ઘટનાસ્થળે દોડી આવી અને તપાસ હાથ ધરી હતી. જૂનાગઢના બાંટવાના ખારા ડેમમાં મૃત હાલતમાં મળેલી ટીટોડીઓના બર્ડ ફ્લૂ કેસ પોઝિટિવ આવતા સમગ્ર વિસ્તારને સેનેટાઈઝ કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે.

સંક્રમણ રોકવા તંત્ર ગતિમાન

પક્ષીઓમાં ફેલાતો બર્ડ ફ્લુ પક્ષીઓ મારફતે મનુષ્યમાં ન ફેલાય તેની તકેદારીના ભાગરૂપે પશુપાલન હેલ્થ વિબાગ, વનવિભાગ અને નગર પાલિકા તેમજ પોલીસ હરકતમાં આવી હતી. ડેમ વિસ્તારમાં વસવાટ કરતાં તમામ પક્ષીઓને ગતિવિધિઓ પર પણ ખાસ નજર રાખવામાં આવી રહી છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

Related posts

અત્યાધુનિક ટેકનોલોજી: ગુજરાતની 13 લાખ હેક્ટર ખારી જમીનમાં વિવિધ પાક લઇ શકાય તેવી ફોર્મ્યુલાની શોધ

pratik shah

‘વર્લ્ડ હેરિટેજ સિટી’માં જર્જરિત મકાનો બન્યા મોતના કૂવા, છેલ્લાં 18 માસમાં 75 ઘર ધરાશાયી અને 12 મોત

Dhruv Brahmbhatt

કેન્દ્રીય મંત્રી ગજેન્દ્રસિંહ સુરતની મુલાકાતે, ઓરિસ્સામાં વાવાઝોડાની આગાહી અંગે આપ્યું મોટું નિવેદન

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!