GSTV
News Trending Videos ગુજરાત

જુનાગઢના માળિયા હાટીમાં દોઢ કલાકમાં પોણા બે ઈંચ વરસાદ ખાબક્યો, ગામના બન્ને હોળકામાં નવા નીરની આવક

રાજ્યમાં ઘણા જિલ્લાઓમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. ત્યારે ગુજરાતનાં જૂનાગઢ ખાતે માળિયા હાટીનાના ગળોદર ગામે પણ ધોધમાર વરસાદ વરસ્યો છે. ભારે વરસાદને લઈને ગળોદર ગામે બંને હોકળામાં નવા નીરની આવક થઈ છે. ગામના લોકો પાણી જોવા માટે ઉમટી પડ્યા છે. જ્યારે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે રાજ્યમાં આગામી પાંચ દિવસમાં ભારે વરસાદ વરસે તેવી શક્યતાઓ છે.

રાજ્યમાં આગામી પાંચ દિવસમાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે

હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે સાકલોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થવાના કારણે રાજ્યમાં વરસાદી માહોલ જોવા મળશે. તો બંગાળની ખાડીમાં લો પ્રેશરની સિસ્ટમ સક્રિય થઈ છે. જેથી 14 અને 15મી જૂનના રોજ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારે અમદાવાદમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે. તો બીજી તરફ   દક્ષિણ ગુજરાત-સૌરાષ્ટ્રમાં 14  અને 15 જૂને ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. સૌરાષ્ટ્રના ભાવનગર, અમરેલી,  ગીર સોમનાથ,  સુરેન્દ્રનગર, રાજકોટ, બોટાદ,  મોરબી તો બીજી તરફ  દક્ષિણ ગુજરાતના  સુરત, નવસારી,  ડાંગ, દાદરાનગર હવેલી, ભરૂચ, વલસાડ અને તાપીમાં વરસાદ પડી શકે છે.

બંગાળની ખાડીમાં લો પ્રેશરની સિસ્ટમ સક્રિય થઈ છે

READ ALSO

Related posts

રીક્ષાવાળા ભાઈએ વાપરી સરસ યુક્તિ, ઓટોમાં લગાવી દીધું કુલર

Siddhi Sheth

મહારેલીમાં કેજરીવાલ કેન્દ્રને તેમની બતાવશે શક્તિ, ઘર-ઘર રેલી માટે લોકોને કરવામાં આવશે આમંત્રિત

Hina Vaja

Odisha Train Accident / ઓડિશામાં ટ્રેન અકસ્માતમાં મોતનો આંકડો વધીને 70 થયો, 350થી વધુ ઘાયલ

Hardik Hingu
GSTV