જૂનાગઢ મહાપાલિકામાં રાષ્ટ્રગીત બંધ કરાવવાનો પ્રયાસ થતાં હંગામો, કોંગ્રેસના નગરસેવકે આખરે ભૂલ સ્વીકારી

આજે જૂનાગઢ મહાપાલિકામાં સ્ટેન્ડિંગ કમિટીના સભ્યો અને નવા ડેપ્યુટી મેયરની વરણી બાબતે મળેલુ જનરલ બોર્ડ થોડીવાર માટે હંગામેદાર બની ગયુ હતુ. નવા હોદ્દેદારોની વરણી પૂર્ણ થતા રાષ્ટ્રગીત શરૂ કરવામાં આવ્યું હતું. જોકે કોંગ્રેસના સીનીયર નગરસેવક હુસેન હાલાએ પોતાનો પ્રશ્ન રજૂ કરવાનો હોવાનું કહીને ચાલુ રાષ્ટ્રગીત બંધ કરાવવાનો પ્રયાસ કર્યો હતો.

અને બાદમાં પોતાની ભૂલ થઈ હોવાનું સમજાતા માફી પણ માંગી. જ્યારે કોંગી કોર્પોરેટરે રાષ્ટ્રગીત બંધ કરવાનું કહેતા ડેપ્યુટી મેયર ગિરીશ કોટચાએ તેમને સમજાવવાનો પ્રયાસ કર્યો. આ સમયે ઉગ્ર બોલાચાલી થઈ હતી. જોકે,બાદમાં કોંગી કોર્પોરેટરે પોતાની ભૂલ થઇ હોવાનો એકરાર કરી માફી માગવી પડી હતી.

READ ALSO

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter