GSTV
World

Cases
7066882
Active
12271724
Recoverd
735674
Death
INDIA

Cases
639929
Active
1583489
Recoverd
45257
Death

આજે જૂનાગઢવાસીઓ નક્કી કરશે કે ‘ગઢ’ કોનો, મહાપાલિકાની 56 બેઠકો પર મતદાન શરૂ

જૂનાગઢ મહાનગર પાલિકાનો ગઢ કોનો તે આજે જૂનાગઢવાસીઓ નક્કી કરી રહ્યા છે. કારણ કે આજે મહાપાલિકાની 15માંથી 14 વોર્ડની 56 બેઠકો પર મતદાન થઈ રહ્યું. સવારે આઠ વાગ્યાના અરસામાં મતદાન પ્રક્રિયા શરૂ થઈ. કુલ 15 વોર્ડમાંથી વોર્ડ નંબર 3 બિનહરિફ થતાં હવે બાકીના 14 વોર્ડમાં ચૂંટણી યોજાશે. જેમાં કુલ 159 ઉમેદવારો ચૂંટણી મેદાને છે. 14 વોર્ડના કુલ 277 મતદાન મથકો પર સાંજે 5 વાગ્યા સુધી મતદાનની પ્રક્રિયા હાથ ધરાઈ છે.

મતદાન માટે કુલ 1 હજાર 527 ચૂંટણી કર્મચારીઓ તૈનાત છે. 277 મતદાન મથકો પૈકી 95 મથકો સંવેદનશીલ જાહેર કરાયા છે. જ્યારે કે 43 મથકોને અતિસંવેદનશીલ જાહેર કરાયા છે. ચૂંટણીમાં કુલ 2 લાખ 22 હજાર 429 મતદારો તેમના મતાધિકારનો ઉપયોગ કરી 159 ઉમેદવારોનું ભાવિ નક્કી કરશે.

ચુસ્ત પોલીસબંદોબસ્ત

મતદાન પૂર્ણ થયા બાદ 23 જુલાઇના રોજ કૃષિ યુનિવર્સિટી ખાતે સવારે 9 વાગ્યે મતગણતરી શરૂ થશે. મતદારો શાંતિપૂર્ણ માહોલમાં મતદાન કરી શકે તે માટે પોલીસે પણ ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. એસપી અને રેન્જ આઈજીના માર્ગદર્શન હેઠળ આઠ ડીવાયએસપી. બે આઇપીએસ કક્ષાના પ્રોબેશન અધિકારીઓ, 18 પીઆઇ, 105 પીએસઆઇ, 1 હજાર 300 પોલીસ હોમગાર્ડ, 5 એસઆરપીના ટુકડીના 400 જવાનો તૈનાત છે. આ ઉપરાંત અતિ સંવેદનશીલ વિસ્તારોમાં એસઆરપીની ટીમો ગોઠવી દેવામાં આવી છે.

READ ALSO

Related posts

BIG NEWS : બોલિવૂડ સુપર સ્ટાર સંજય દત્તને ત્રીજા સ્ટેજનું કેન્સર, થોડા સમય માટે કામમાંથી લીધો બ્રેક

Nilesh Jethva

રાજ્યના 118 કોરોના વોરિયર્સનું સ્વતંત્રતા દિવસે કરવામાં આવશે સન્માન, આ રહ્યું લીસ્ટ

Nilesh Jethva

શ્રેય હોસ્પિટલમાં લાગેલી આગની ઘટનામાં હાઈકોર્ટના નિવૃત્ત ન્યાયાધીશની અધ્યક્ષતામાં તપાસપંચની કરાઈ રચના

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!