GSTV

જૂનાગઢ : જીવ જોખમમાં ન મૂકાય તેની માટે આ ઐતિહાસિક હવેલીનું અસ્તિત્વ જોખમમાં

રાજ્યમાં અનેક એવા ઐતિહાસીક વારસા પડું પડું થઈને ઉભા છે. પણ તેના રખરખાઉ માટે કોઈ પગલાં લેવાતાં નથી. માંગરોળમાં નવાબીકાળની ભવ્ય હવેલીની પણ આવી જ સ્થિતિ છે. હવેલીનો વધુ એક ભાગ તૂટી પડતાં માંગરોળવાસીઓમાં ગભરાટ ફેલાયો છે. અને હવે કોઈ મોટી દુર્ઘટના ન બને તે માટે હવેલીને ઉતારી લેવા માગ ઉઠી છે.આ ઐતિહાસિક વારસો આજે જર્જરિત અને ખંડેરમાં ફેરવાઈ ગયો છે. એક સમયે આ હવેલીમાં રાજાશાહીનો ઠાઠ હતો. નવાબો આ હવેલીમાં રહેતા હતા અને શાસન ચલાવતા હતા. સમયની થપાટમાં આજે આ હવેલી એવી દુર્દશામાં આવી ગઈ છે કે તેની સારસંભાળને અભાવે ખંડેર થઈ ગઈ છે. થોડા દિવસો પહેલા તેનો એક ભાગ ધરાશાયી થયો હતો. તો હવે બીજો ભાગ ધરાશાયી થયો છે.

1925 અને 1935માં ભારતભરના પહેલવાનોને નવાબે માણાવદરમાં તેડાવી કુસ્તીની હરીફાઇ યોજી હતી. ત્યારે આ હવેલીમાં મહાવીર. ગુલામ મહંમદ જેવા નામી અને અનામી પહેલવાનોને ઉતારા અપાયા હતા. આજે આ હવેલી કડડભૂસ થવાના આરે આવીને ઉભી છે. સાગ સીસમના કિંમતી ઇમારતી લાકડા પણ સડી ગયા છે. રાજાશાહી યુગમાં આભે અડતી હતી તે હવેલીને લૉકશાહીનો લુણો લાગ્યો છે આ રસ્તા પર દિવસભર હજારો લોકોની અવરજવર રહેતી હોય છે. ત્યારે કોઈ મોટી દુર્ઘટના બને તે પહેલા આ હવેલીને ઉતારી લેવા સ્થાનિકોમાં માગ ઉઠી છે.

Related posts

રાજ્યભરમાં કોરોનાનું સંકટ દિવસેને દિવસે વધી રહ્યુ છે, કુલ પોઝીટીવ કેસની સંખ્યા 150ને પાર

pratik shah

રાજ્યભરમાં કોરોનાના સંક્રમણની સંખ્યામાં વધારો, હિંમતનગરમાં પોઝિટીવ કેસ નોંધાતા તંત્ર થયું દોડતું

pratik shah

કાલુપુર ક્લસ્ટર ક્વોરંટિન કરતા મહિલાઓ રસ્તા પર ઉતરી, રેપિડ એક્શન ફોર્સ તૈનાત કરાઈ

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!