GSTV

એશિયાટિક સિંહનું એકમાત્ર આશ્રય ગીર અભ્યારણ ફરી વિવાદમાં, ગેરકાયદેસર લાયન શોથી સિંહોની સુરક્ષા પર ઉઠ્યા સવાલ

Last Updated on November 28, 2021 by Pritesh Mehta

ગુજરાત જ નહિં પરંતુ સમગ્ર ભારતની શાન ગણાતા ગીરના એશિયાટિક સિંહની સુરક્ષા સામે સતત સવાલો ઉભા થઇ રહ્યા છે. અત્યાર સુધી જંગલો અને રેવન્યુ વિસ્તારમાં જ ગેરકાયદેસર લાયન શોની ઘટના બનતી હતી પરંતુ હવે સક્કરબાગ ઝૂમાં પણ ગેરકાયદે લાયન શોની ઘટના સામે આવતા ચકચાર મચી ગઇ છે.

સિંહ

ગુજરાતની અસ્મિતા સમા એશિયાટીક સિંહો ઉપર દિનપ્રતિદિન જોખમ વધી રહ્યું છે. જંગલમાં સતત વધી રહેલી ગેરકાયદેસર લાયન શોની ઘટનાને કારણે વનવિભાગની નીતિરીતિ સામે સવાલો ઉઠી રહ્યા છે. તેવામાં હવે જંગલ બાદ પ્રાણી સંગ્રહાલયમાં પણ ગેરકાયદેસર લાયન શોની ઘટના સામે આવતા ચકચાર મચી ગઇ છે.

સક્કરબાગ ઝૂમાં સિંહોને જયાં ક્વોરન્ટીન કરવામાં આવે છે તે વિભાગમાં રહેલા સિંહ અને સિંહ બાળોને નિહાળવાના રસ્તાઓ પર ખાનગી કાર જતી હોવાનો વીડિયો સામે આવ્યો છે. સોશિયલ મીડિયામાં સક્કરબાગ ઝૂમાં બે ખાનગી વાહનો ફરતા હોવાની સાથે-સાથે સિંહ દર્શન કરતા 6 થી 7 લોકો પણ નજરે ચડી રહ્યા છે. પરંતુ સવાલ એ છે કે સક્કરબાગ ઝૂ ખાનગી વાહનોને પ્રવેશ અપાતો નથી ત્યારે આ બંને ગાડીઓ કોની છે. આ બંને ગાડીઓને કોની મંજૂરીથી સક્કરબાગ ઝૂમાં પ્રવેશ આપવામાં આવ્યો.

સક્કરબાગ ઝૂમાં નાના-મોટા 100થી વધારે સિંહો છે. આ ઉપરાંત અહીં એશિયાનું સૌથી મોટું સિંહોનુ બ્રિડિંગ સેન્ટર પણ કાર્યરત છે. ત્યારે આ આ પ્રકારે વીડિયો સામે આવ્યા બાદ ખાનગી વાહનોને સક્કરબાગ ઝૂમાં પ્રવેશ આપી પોતાના લાગતા વળગતાને ગેરકાયદેસર સિંહ દર્શન તો કરાવાતા નથી ને તેવો સવાલ ઉભો થયો છે. કેમકે જો સામાન્ય માણસને ઝૂમાં કૅમેરા સાથે પ્રવેશ કરવો હોય તો તેની અલગ ટિકિટ લેવાની હોય છે. તો બે ખાનગી વાહનોને કઈ રીતે અંદર પ્રવેશ આપવામાં આવ્યો. વળી સિંહનો જે ક્વોરન્ટીન વિભાગ છે ત્યાં ભાગ્યે જ કોઈને અવર જવર કરવાની મંજૂરી આપવામાં આવે છે ત્યારે ખાનગી વાહનોને ત્યાં લઈ જવાની મંજૂરી કોણે આપી હશે તેવા અનેક સવાલો ઉઠી રહ્યા છે.

સિંહોની માઠી દશા બેઠી હોય તેમ એક બાદ એક સિંહોની મુશ્કેલીના કિસ્સા સામે આવી રહ્યા છે. જેમાં સાસણના જીપ્સી રૂટ પર સિંહોને ઘેરો ઘાલવો. સાવરકુંડલા નજીક અકસ્માતમાં સિંહનું મોત. મેંદરડામાં લાયન શો. અને હવે ઝૂમાં ખાનગી કાર મારફતે ગેરકાયદેસર સિંહદર્શનનો કથિત વીડિયો સામે આવ્યો છે. ત્યારે સવાલ એ છે કે આખરે ક્યારે ખરા અર્થમાં સિંહોની સુરક્ષા થશે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ તમારા મોબાઈલ પર તમામ સમાચાર મેળવવા માટે અમારી Android App ડાઉનલોડ કરો…

MUST READ:

Related posts

ચોંકાવનારો બનાવ / સુરતમાં નશામાં ધૂત યુવક ભૂલ્યો ભાન, દેશી દારૂ સમજી એસિડ ગટગટાવતા મોત

GSTV Web Desk

UP વિધાનસભા ચૂંટણી/ યોગી આદિત્યનાથ પાસે રેકોર્ડ બનાવવાનો આ છે ગોલ્ડન ચાન્સ, જો જીતી ગયા તો…

Pravin Makwana

ભાજપનું સત્તા સમીકરણ/ દલિત- ઠાકુર અને જાટ પશ્ચિમી યુપીમાં સપાને જોરદાર ટક્કર, ટીકિટ માટે ભાજપે બનાવી છે આ રણનીતિ

GSTV Web Desk
Do NOT follow this link or you will be banned from the site!