GSTV

જૂનાગઢે રંગ રાખ્યો, ટાર્ગેટ કરતા વધારે ટકા રસીકરણ : તમારા જિલ્લામાં કેટલાં ટકા થયું vaccination? જાણો સંપૂર્ણ વિગત

Last Updated on September 18, 2021 by Lalit Khambhayata

ગુજરાતમાં ગઇ કાલે એક જ દિવસમાં 22 લાખથી વધુ કોરોના વેક્સિનના રેકોર્ડબ્રેક ડોઝ આપવામાં આવ્યાં છે. વડાપ્રધાન મોદીના જન્મદિન નિમિત્તે સમગ્ર રાજ્યમાં વેક્સિનેશન પર જોર આપવામાં આવ્યું હતું. જેથી રાજ્યમાં કુલ વેક્સિનેશન ડોઝનો આંક હવે ૫.૫૭ કરોડ થઇ ગયો છે. જેમાંથી ૩.૯૫ કરોડ દ્વારા પ્રથમ ડોઝ અને ૧.૬૧ કરોડ દ્વારા બંને ડોઝ લેવાઇ ચૂક્યાં છે. દેશમાં કુલ સૌથી વધુ વેક્સિનેશનના ડોઝ અપાયા હોય તેવા રાજ્યોમાં ઉત્તર પ્રદેશ ૯.૩૧ કરોડ સાથે મોખરે, મહારાષ્ટ્ર ૭.૧૮ કરોડ સાથે બીજા, મધ્ય પ્રદેશ ૫.૬૧ કરોડ સાથે ત્રીજા, ગુજરાત ચોથા અને રાજસ્થાન ૫.૨૭ કરોડ સાથે પાંચમાં સ્થાને છે.
જો કે, તમને જાણીને નવાઇ લાગશે કે વડોદરા જિલ્લામાં તો વેક્સિનેશનનો ટાર્ગેટ પુરો કરવા માટે રાતે 12 વાગ્યા સુધી તમામ કેન્દ્રો પર વેક્સિનેશન ચાલુ રાખવામાં આવ્યું હતું. પંચાયત વર્તુળોમાંથી પ્રાપ્ત વિગતો મુજબ,આજે વડાપ્રધાનના જન્મદિન નિમિત્તે વડોદરા જિલ્લામાં ૧.૨૦ લાખ લોકોને વેક્સિન આપવા માટે લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યો હતો. પરંતુ સાંજે સાત વાગ્યા સુધીમાં ૫૪ હજાર લાકોને વેક્સિન આપવામાં આવી હતી.

આ સાથે તમને જણાવી દઇએ કે, જૂનાગઢના DDO મિરાંત પરીખે ગઇ કાલે શુક્રવારના રોજ ટ્વિટ કરીને જાણકારી આપતા જણાવ્યું છે કે, ‘જૂનાગઢ સમગ્ર ગુજરાત રાજ્યનો એક માત્ર એવો જિલ્લો બન્યો છે કે જેણે 105% વેક્સિનેશન ટાર્ગેટ હાંસલ કરીને આજની મેગા ડ્રાઇવમાં રસીકરણ લક્ષ્યાંકને 100% પાર કર્યો છે. આરોગ્ય ટીમની પ્રતિબદ્ધતા અને સમર્પણ માટે આભાર.’
જૂનાગઢમાં કુલ 29 જગ્યાએ વેક્સિનેશન સેન્ટર કાર્યરત છે. ઉપરાંત જૂનાગઢના વિવિધ વોર્ડમાં આવેલ જાહેર સોસાયટી, સમાજની વાડી વગેરેમાં કુલ 12 વેક્સિનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. એ સિવાય જે વિસ્તારમાં મજૂરવર્ગ રહે છે, જે દિવસે કામ ઉપર જતાં હોય અને વેક્સિનેશન માટે ન આવી શકે તેવાં લોકો માટે પણ સાંજના 7 વાગ્યાથી જ્યાં સુધી વેક્સિનનો જથ્થો ઉપલબ્ધ હશે ત્યાં સુધી વેક્સિન આપવાનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમજ સિનિયર સીટીઝનોને ઘેરબેઠા રસી મળી શકે તે માટે ડોર ટૂ ડોર સર્વે કામગીરી કરી બાકી રહેલા લોકોને વેક્સિન આપવા માટે પાંચ ટીમ તૈયાર કરવામાં આવી હતી.

તમને જણાવી દઇએ કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસના રોજ મેગા વેક્સિનેશન ડ્રાઇવ યોજવામાં આવી હતી. રાજય વ્યાપી આ રસીકરણનો શુભારંભ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે અમદાવાદ ખાતેથી અને આરોગ્ય મંત્રી રૂષિકેશ પટેલે સિક્કા જામનગર ખાતેથી કરાવ્યો હતો. રાજ્યભરમાં 22.15 લાખ લોકોને રસી આપવામાં આવી હતી. અમદાવાદ કોર્પોરેશનમાં સૌથી વધુ 1.50 લાખ કરતા વધુ લોકોને રસી આપવામાં આવી અને સુરતમાં 2.02 લાખ લોકોને વેક્સિન આપવામાં આવી છે.

એક જ દિવસમાં સુરત કોર્પોરેશનમાંથી સૌથી વધુ 2.02 લાખ લોકોને વેક્સિન અપાઇ

ગત રોજ એક જ દિવસમાં સુરત કોર્પોરેશનમાંથી સૌથી વધુ 2.02 લાખ, અમદાવાદ કોર્પોરેશનમાંથી ૧.50 લાખ, મહેસાણામાંથી ૭૬૨૨૧, બનાસકાંઠામાંથી ૭૫૫૪૯, અમદાવાદ ગ્રામ્યમાંથી ૭૪૮૭૨ને કોરોના વેક્સિનના ડોઝ  આપવામાં આવી હતી. કુલ સૌથી વધુ વેક્સિનના ડોઝ આપવામાં આવ્યા હોય તેમાં અમદાવાદ કોર્પોરેશન ૫૩.૭૭ લાખ સાથે મોખરે, સુરત કોર્પોરેશન ૪૫.૫૦ લાખ સાથે બીજા, બનાસકાંઠા ૨૮.૨૬ લાખ સાથે ત્રીજા, વડોદરા કોર્પોરેશન ૨૦.૮૧ લાખ સાથે ચોથા અને આણંદ ૧૯.૩૧ લાખ સાથે પાંચમાં સ્થાને છે.

વેક્સિનનો બંને ડોઝ લીધો હોય તેવી વસતી ૩૨% થી વધુ

ગુજરાતમાંથી વેક્સિન લેવા માટે માન્ય એવી ૧૮થી વધુ વયજૂથની ૪.૮૯ કરોડ  વ્યક્તિ છે. જેમાંથી ૮૦%થી વધુ વ્યક્તિ કોરોના વેક્સિનનો પ્રથમ ડોઝ લઇ ચૂકી છે જ્યારે વેક્સિનનો બંને ડોઝ લીધો હોય તેવી વસતી ૩૨% થી વધુ છે.ગુજરાતમાંથી ૩.૦૪ કરોડ પુરુષ અને ૨.૫૨ કરોડ દ્વારા મહિલાઓ દ્વારા કોરોના વેક્સિનના ડોઝ લેવાયા છે. કુલ ૪.૯૮ કરોડ કોવિશિલ્ડના જ્યારે ૫૮.૫૧ લાખ કોવેક્સિનના ડોઝ અપાયા છે. વયજૂથ પ્રમાણે જોવામાં આવે તો ૧૮-૪૪માં સૌથી વધુ ૨.૯૬ કરોડ, ૪૫-૬૦માં ૧.૫૮ કરોડ અને ૬૦થી વધુમાં ૧.૦૧ દ્વારા કોરોના વેક્સિન લેવામાં આવી છે. અમદાવાદ કોર્પોરેશનમાંથી ૩.૬૮૮ લાખને પ્રથમ ડોઝ અને ૧૬.૮૯ લાખને બંને ડોઝ આપવામાં આવ્યા છે.

આ સાથે તમને જણાવી દઇએ કે, જૂનાગઢના DDO મિરાંત પરીખે ગઇ કાલે શુક્રવારના રોજ ટ્વિટ કરીને જાણકારી આપતા જણાવ્યું છે કે, ‘જૂનાગઢ સમગ્ર ગુજરાત રાજ્યનો એક માત્ર એવો જિલ્લો બન્યો છે કે જેણે 105% વેક્સિનેશન ટાર્ગેટ હાંસલ કરીને આજની મેગા ડ્રાઇવમાં રસીકરણ લક્ષ્યાંકને 100% પાર કર્યો છે. આરોગ્ય ટીમની પ્રતિબદ્ધતા અને સમર્પણ માટે આભાર.’

READ ALSO :

Related posts

ટેક્નોલોજિકલ ક્રાંતિ / એમેઝોને શરુ કર્યો નવો પ્રોજેક્ટ, “હું મારૂ પોતાનુ સ્પેસ સ્ટેશન લોન્ચ કરીશ” : જેફ બેઝોસ

Zainul Ansari

ચિંતાનો વિષય / કેમ પડી પૃથ્વીની પરિભ્રમણની ગતિ ધીમી? શું આ બદલાવ છે કોઈ ખતરાનો સંકેત કે પછી…?

Zainul Ansari

અલર્ટ / કોરોના વાઈરસના AY.4.2 વેરિએન્ટને લઇ ભારત સતર્ક, આરોગ્ય મંત્રીએ કહ્યું- ચાલી રહી છે તપાસ

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!