GSTV
Gujarat Government Advertisement

પાક નિષ્ફળ જતા ખેડૂતોના હાલ બેહાલ, વિમા કંપની તાત્કાલિક સર્વે કરે તેવી માંગ

Last Updated on September 30, 2019 by

પહેલા વરસાદ ન હતો ત્યારે ખેડૂતો વરસાદ માટે આકાશ તરફ મીટ માડીને બેઠા હતા. પરંતુ છેલ્લા બે મહિનામાં વરસાદે લીલા દૂકાળની સ્થિતિ સર્જતા ખેતરોમાં પાક નિષ્ફળ જવાની તૈયારીમાં છે. જૂનાગઢ જિલ્લામાં અવિરસ વરસાદથી મગફળી, કપાસ, તલ સહિતના પાકો પર સંકટ મંડરાઈ રહ્યું છે. જૂનાગઢમાં ચાલુ વર્ષે 150 ટકા જેટલો વરસાદ વરસી ચૂક્યો છે અને હજુ પણ વરસાદ અટકવાનું નામ લેતો નથી.

જૂનાગઢમાં બે મહિના પહેલા વરસાદની શરૂઆત થતા ખેડૂતોએ મગફળી અને કપાસનું વાવેતર કર્યુ હતુ. પરંતુ જરૂરિયાત કરતા વધુ પડતા વરસાદે ખેડૂતોની ચિંતા વધારી દીધી છે. હવે મગફળી અને કપાસનો પાક પલડવા લાગ્યો છે. મગફળી પાકી ચૂકી છે પરંતુ ખેડૂત મગફળી ઉપાડી નહી શકતા તેમાં ઉગાવો શરૂ થયો છે. જ્યારે કપાસમાં વધુ પડતા પાણીથી ઝીડવાઓ ખરી પડ્યા છે. બે ચાર દિવસ પહેલા ખેડૂતોએ મગફળી કાઢવાનુ શરૂ કર્યુ હતુ પરંતુ મેઘ કહેર થતા ખેતરમાં પડેલા પાથરણાઓ પર પાણી ફરી વળ્યુ છે.

ખેડૂતોનું કહેવું છે કે સેટેલાઈટની મદદથી ખેડૂત શું કામગીરી કરે છે તેવી ટેકનોલોજી સરકારે વિકસાવી છે. તો હવે એજ ટેકનોલોજીની મદદથી ખેતરમાં વાવેલા પાકની શું સ્થિતિ છે તેની પણ માહિતી સરકારે મેળવવી જોઈએ. જેથી ખેડૂતોની સાચી હકિકત બહાર આવે અને વીમા કંપનીઓ પાસે તાત્કાલિક સર્વે કરાવવામાં આવે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

કામનું / હેલ્થ ઇન્સ્યોરન્સ પોલિસી ખરીદવા જઇ રહ્યા છો? આ 5 વાતોનું રાખો ખાસ ધ્યાન, ક્યારેય નુકશાનમાં નહીં રહો

Zainul Ansari

ખુદ્દારી: મહિલાઓ પણ હવે ચલાવશે BRTS બસ, કોરોનાએ રોજગાર છીનવી લેતા ડ્રાઈવર બન્યા રેખા બેન

Pravin Makwana

ચાલુ ગાડીએ ના કરવાનું કામ કરી રહ્યો હતો ડ્રાઈવર, બારમાં ઘુસી ગઈ ટ્રક; દર્દનાક અકસ્માતમાં મહિલાનું મોત

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!