GSTV
Home » News » આને કહેવાય માતાનો પ્રેમ, દીપડીનું બચ્ચુ માથી વિખૂટુ પડી ગયું તો સિંહણ દૂધ પીવડાવી મોટું કરી રહી છે

આને કહેવાય માતાનો પ્રેમ, દીપડીનું બચ્ચુ માથી વિખૂટુ પડી ગયું તો સિંહણ દૂધ પીવડાવી મોટું કરી રહી છે

ગુજરાતના જૂનાગઢમાં સિંહો મોટા પ્રમાણમાં છે એટલા જ મોટા પ્રમાણમાં દિપડાઓ છે. સિંહો તો ઠીક છે પરંતુ દિપડાઓ ગમે ત્યારે માનવભક્ષી બની જાય છે. એમાં પણ જ્યારે સિંહણની સામે કોઇ દિપડીનું બચ્ચુ આવી જાય તો તેની ખેર નથી રહેતી. તેને પરધામ પહોંચાડીને જ જાનવર શ્વાસ લેતો હોય છે.

પરંતુ તેનાથી વિરૂદ્ધ એક ઘટના સામે આવી છે. જ્યાં સિંહણ દિપડાના બચ્ચાને માતાનો પ્રેમ આપી રહી છે. વાત આજ કાલની નથી. વાત છેલ્લા 6 દિવસની છે. જ્યારે સિંહણની દિપડીના બચ્ચાને દૂધ પીવડાવી ઉછેરી રહી છે.

એટલું જ નહીં બધાની નજરો સામે સિંહણ ખુલ્લેઆમ દિપડીના બચ્ચાને લઈ ઘુમી રહી છે. જે જોઈને જંગલખાતાના અધિકારીઓ પણ વિસ્મયમાં પડી ગયા છે. એટલું ઓછું હોય તેમ વિરોધીઓથી આવનારી મુસીબતોથી પણ સિંહણ આ બચ્ચાની સુરક્ષા કરી રહી છે. આ જુગલબંધી જોઈને હવે દુનિયા આખી હેરતમાં છે.

આ વિશે સાસણ ગિરના ડીસીએફ ધવલ મિત્તલે જણાવ્યું કે, ગિરના જંગલમાં રહેનારી આ સિંહણના બે બચ્ચા છે. જેનું તે પાલણપોષણ કરી રહી છે. આ સમયે જંગલમાં સિંહણને દિપડીનું બચ્ચુ મળ્યું. જે તેની માતાથી વિખૂટુ પડી ગયું હતું. સિંહણે તેને આશ્રય આપ્યો. તેની સંભાળ રાખી અને હવે લાગી રહ્યું છે કે તે સિંહણની સાથે જ મોટું થશે.

મોટાભાગે આવી ઘટનાઓ બનતી નથી પરંતુ આ ઘટના બનતા હવે સમગ્ર વાઈલ્ડલાઈફ પ્રેમીઓ આશ્ચર્યમાં ગરકાવ થઈ ગયા છે. જ્યાં એક જગ્યાએ સિંહ બીજા બચ્ચાઓને ફાડી ખાતુ હોય છે ત્યાં આ સિંહણ કેવી રીતે દિપડીના બચ્ચાનો ઉછેર કરી રહી છે ? તે વાત કુતુહલ જગાવી રહી છે.

READ ALSO

Related posts

જો આ થયું તો વિશ્વમાં મોદીની ખરડાશે આબરૂ, રૂપાણી સરકાર માટે છે મોટી ચેલેન્જ

Mansi Patel

તપસના મોત પર મમતાએ લગાવ્યો મોટો આરોપ, કેન્દ્રની બદલાની રાજનીતિનો શિકાર બન્યા અભિનેતા

Pravin Makwana

વડોદરા ભાજપમાં એક સાંધે ત્યાં તેર તૂટે એવી હાલત, વધુ એક ધારાસભ્યની નારાજગી આવી સામે

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!