GSTV
World

Cases
3239848
Active
2805018
Recoverd
385934
Death
INDIA

Cases
106737
Active
104107
Recoverd
6075
Death

જૂનાગઢ : બ્રિજ ધરાશાયી થવાના મામલે સરકારના આ બે વિભાગો આવ્યા આમને સામને

જૂનાગઢના મેંદરડા-સાસણ રોડ પર મધુવંતી નદી પરનો બ્રિજ ધરાશાયી થવાના મામલે જીએસટીવીએ રજૂ કરેલા અહેવાલને ખુદ સરકારી અધિકારીઓ જ સમર્થન આપી રહ્યા છે. તો પુલ તૂટવા મામલે સરકારના જ બે વિભાગો આમને સામને આવી ગયા છે. આર એન્ડ બી વિભાગે દોષનો સમગ્ર ટોપલો વન વિભાગ પર ઢોળ્યો છે.

જૂનાગઢ- સાસણને જોડતો એકમાત્ર મેંદરડા રોડ છે. ત્યારે મેંદરડાથી 14 કિમી દુર માલણકા ગામ પાસે મધુવંતી ડેમની પાસેનો પુલ રવિવારે સાંજનાં સમયે અચાનક તૂટી પડયો હતો. પુલ ઉપરથી પસાર થતી 3 ફોર વ્હીલ નીચે ખાબકી હતી. જેના કારણે 12 વ્યકિતને નાની-મોટી ઇજા પહોંચી હતી. ત્યારે આ બ્રીજ ધરાશાયી થવાના મામલે વન વિભાગની ઘોર બેદરકારી હોવાનો ખુલાસો જીએસટીવીએ કર્યો હતો. જેને હવે આરઆરબીના સેક્શન અધિકારીએ પણ સમર્થન આપતા કહ્યું કે જે બ્રિજ ધરાશાયી થયો તે ઉપરાંત અનેક આવા બ્રિજ બનાવવા માટે વર્ષ 2016માં મંજૂરી માંગવામાં આવી હતી. અને આ મુદ્દે અનેક વખત પત્રવ્યવહાર પણ કરવામાં આવ્યો હતો.

દુર્ઘટના બાદ સફાળી જાગેલી સરકારે સમગ્ર બનાવ અંગે વિગતવાર અહેવાલ મંગાવ્યો છે. તે અહેવાલમાં પણ વનવિભાગ સાથે થયેલો પત્રવ્યવહાર પણ સરકાર સમક્ષ મુકવામાં આવશે. દુર્ઘટનાગ્રસ્ત બનેલી કારના ચાલક પણ સમગ્ર દુર્ઘટના પાછળ ફક્ત અને ફક્ત સરકારની બેદરકારીને જ જવાબદાર ઠેરવી છે. તો પુલ તૂટવા મામલે સરકારના જ બે વિભાગો આમને સામને આવી ગયા છે. આર એન્ડ બી વિભાગે દોષનો સમગ્ર ટોપલો વન વિભાગ પર ઢોળ્યો છે. ત્યારે વન વિભાગે આર એન્ડ બી વિભાગના તમામ આક્ષેપો ફગાવી પૂલને મંજૂરી આપી હોવાના પૂરાવા રજૂ કર્યા છે.

READ ALSO

Related posts

દુનિયાને જલ્દી મળશે કોરોનાની વેક્સિન: અમેરિકામાં માનવો પર એન્ટીબૉડી દવાનું પરીક્ષણ શરૂ

Bansari

ભગવાન જગન્નાથજીની જળયાત્રાનો પ્રારંભ, ઇતિહાસમાં પ્રથમ વખત સાદગીપૂર્વક યોજાશે રથયાત્રા

pratik shah

મહેસાણા : પાન મસાલા અને ગુટકાના વેપારીઓ પર દરોડા, છાપેલી કિંમત કરતા વધુ કિંમત વસૂલવા પર કાર્યવાહી

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!