જૂનાગઢ: માળિયા હાટિનાના 50 ગામના ખેડૂતોએ પાકવીમાના મામલે મામલતદારને આવેદન આપ્યું

જૂનાગઢના માળિયા હાટિનાના 50 ગામના ખેડૂતોએ પાકવીમાના મામલે મામલતદારને આવેદનપત્ર આપ્યું છે. ચાલુ વર્ષે માળિયા હાટિના પંથકમાં અતિ ભારે વરસાદન કારણે પાકનું નહીવત્ ઉત્પાદન થયું હતું. જેથી સમગ્ર તાલુકો પાકવીમાને હકદાર હતો. પંરતુ માત્ર 20 ગામોને જ પાક વિમો મંજૂર થયો હતો. અને 48 ગામના ખેડૂતોએ અન્યાય થયાનું અનુભવ્યું હતું. ત્યારે આજે માળિયા હાટિના ખેડૂત હિતરક્ષક સમિતિના નેજા હેઠળ ખેડૂતોએ વિશાળ રેલી યોજીને પોતાની રજૂઆત કરી હતી. આ ખેડૂતોએ મામલતદારને આવેદન પત્ર આપ્યું હતું. અને જો 48 કલાકમાં પાકવિમો મંજૂર નહીં થાય તો ગાંધી ચિંધ્યા રાહે આંદોલનની ચીમકી ઉચ્ચારી છે.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter