GSTV
World

Cases
3239848
Active
2805018
Recoverd
385934
Death
INDIA

Cases
106737
Active
104107
Recoverd
6075
Death

જૂનાગઢના વતની અને પૂર્વ ધારાસભ્યના પુત્રનું અમેરિકામાં Coronaના કારણે મોત

Corona

અમેરિકામાં જૂનાગઢના આશાસ્પદ યુવાનનું કોરોના (Corona)ને કારણે મોત થયું છે. જે યુવકનું મોત નિપજ્યું છે. તેઓ પુર્વ ધારાસભ્ય ભરતભાઈ કાંબલિયા અને ભાજપ અગ્રમી નિરુભેન કાંબલિયાનો પુત્ર હતો. મૃતક પુત્ર આનંદ કાંબલિયા તેની પત્ની અને બાળકો સાથે લોસ એન્જલીસમાં રહેતો હતો અને તે એક ઓસ્ટ્રેલિયન કાર કંપનીમાં નોકરી કરતો હતો. થોડા દિવસો પહેલા તે કોરાના વાયરસના સંક્રમણનો શિકાર બન્યો હતો. જેથી તે હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યો હતો. જોકે સારવાર દરમિયાન તેનું મોત નિપજ્યું છે.

અમેરિકામાં Coronaથી 97 હજારથી વધુ લોકોના મોત

અમેરિકામાં કોરોના (Corona) ના કેસની સંખ્યા 16 લાખ 45 હજારને પાર થઈ છે. જ્યારે કે, 97 હજારથી વધુ લોકોના મોત થયા. તો 234 કલાકમાં 1 હજાર 260 લોકોએ કોરોનાના કારણે જીવ ગુમાવ્યો છે. સતત વધી રહેલા મોતના આંકડાના કારણે અમેરિકાનો રાષ્ટ્રધ્વજ ત્રણ દિવસ સુધી ઝુકેલો રહેશે.

ત્રણ દિવસ સુધી રાષ્ટ્ર ધ્વજને ઝુકાવીને રાખવામાં આવશે

ટ્રમ્પે ટ્વિટ કરીને જણાવ્યુ કે, અમેરિકામાં કોરોનાના કારણે જીવ ગુમાવનાર લોકોની યાદમાં તમામ સંઘીય ઈમારત અને રાષ્ટ્રીય સમારક પર ત્રણ દિવસ સુધી રાષ્ટ્ર ધ્વજને ઝુકાવીને રાખવામાં આવશે. ટ્રમ્પે અમેરિકામાં મંદિર અને ચર્ચ ખોલવાની સૂચના આપી છે. તો ટ્રમ્પ કોરોનાના સતત વધી રહેલા કેસ વચ્ચે અન્ય છૂટછાટ આપવાની પણ તૈયારી કરી રહ્યા છે.

  • અમેરિકામાં કોરોનાના કેસ ૧૬.૪૫ લાખને પાર
  • કોરોનાથી ૯૭ હજારથી વધુના મોત

વિશ્વમાં કોરોનાના કેસની સંખ્યા 53 લાખને પાર

દુનિયામાં કોરોના (Corona)ના કેસની સંખ્યા 53 લાખને પાર થઈ છે. જ્યારે કે, 3.39 લાખ લોકોના મોત થયાં. દુનિયામાં સૌથી વધુ 16 લાખથી વધુ કેસ અમેરિકામાં નોંધાયા. અમેરિકા બાદ બ્રાઝિલમાં 3.32 લાખ કેસ તો 21 હજારથી વધુ લોકોના મોત થયા છે. રશિયામાં 3.26 લાખ કેસ અને 3 હજારથી વધુ કેસ નોંધાયા છે. સ્પેનમાં 2.81 લાખ કેસ અને 28 હજાર લોકોના મોત થયા છે. યુકેમાં 2.54 લાખ કેસ અને 36 હજારથી વધુ લોકોના મોત થયા. ઈટાલીમાં 2.28 લાખ કેસ અને 32 હજારથી વધુ લોકોના મોત થયા છે.

  • દુનિયામાં કોરોનાના કેસની સંખ્યા ૫૩ લાખને પાર
  • કોરોનાથી ૩.૩૯ લાખ લોકોના મોત
  • અમેરિકા બાદ સૌથી વધુ બ્રાઝિલમાં ૩.૩૨ લાખ કેસ
  • સ્પેનમાં ૨.૮૧ લાખ કેસ અને ૨૮ હજાર લોકોના મોત
  • રશિયામાં ૩.૨૬ લાખ કેસ

Read Also

Related posts

ગુજરાતમાં Corona બેકાબૂ : 24 કલાકમાં 492 નવા કેસ સાથે 33 લોકોનાં મોત, છૂટછાટ પડી ભારે

Mansi Patel

અમદાવાદના આ બે વિસ્તારોમાં ત્રણ વર્ષ માટે લગાવવામાં આવ્યો અશાંત ધારો, ખરીદ-વેચાણની નહીં મળે છૂટ

Nilesh Jethva

ગુજરાતમાં વીજ બિલમાં રાહતની શક્યતા, ટૂંક સમયમાં આવી શકે છે આર્થિક પેકેજ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!