GSTV
Home » News » જૂનાગઢમાં આવેલ પ્રવેશદ્રારમાંથી એકાએક પથ્થરો પડવા લાગ્યા, હકીકત જાણી તમે ચોંકી જશો

જૂનાગઢમાં આવેલ પ્રવેશદ્રારમાંથી એકાએક પથ્થરો પડવા લાગ્યા, હકીકત જાણી તમે ચોંકી જશો

જૂનાગઢમાં રાજકોટ રોડ પર દોલતપરામાં આવેલા પ્રવેશ દ્વારમાંથી ગત રાત્રીના અચાનક ઉપરના ભાગેથી પથ્થરો નીચે પડી ગયા હતા. સદનસીબે કોઈ જાનહાની કે દુર્ઘટના થઈ ન હતી. રાજકોટથી જૂનાગઢમાં પ્રવેશતાની સાથે જ બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાએ બનાવેલા પ્રવેશ દ્વાર આવે છે. જેમાં વીતી રાતે પ્રવેશ દ્વારમાંથી અચાનક પથ્થર નીચે પડવા લાગ્યા હતા. જેથી તાબડતોબ વાહન વ્યવહાર બંધ કરવાની ફરજ પડી છે.

આ અંગે સ્થાનિક નગરસેવકે મહાનગરપાલિકા તંત્રને જાણ કરી હતી. ત્યારબાદ તંત્ર દ્વારા પ્રવેશ દ્વારનું રીપેરીંગ કેવી રીતે કરવું તે માટે એન્જિનિયરોની ટીમ સ્થળ તપાસ કરવા ગઈ છે. જો કે તાત્કાલિક આ પ્રવેશ દ્વાર રીપેરીંગ કરવામાં આવે તેવી લોક માંગણી ઉઠી છે.

વહીવટીતંત્રે ચોમાસા અગાઉ પ્રિમોન્સુન કામગીરી કરી હોવાના દાવા કરવામાં આવતા હતા. પરંતુ ચોમાસાના કારણે આ દુર્ઘટના બનતા સહેજ રહી ગઈ છે. હજુ પણ મહાનગર પાલિકાએ પ્રવેશ દ્વારો, જર્જરીત બિલ્ડીંગનો તાત્કાલીક સર્વે કરવો જ રહ્યો..જેથી દૂર્ઘટનાને અટકાવી શકાય.

Read Also

Related posts

ગુજરાત પરથી ખતરો ટળ્યો પણ નવરાત્રિ બગાડશે વરસાદ, આવી આ નવી આગાહી

Karan

નીતિન પટેલના કાર્યક્રમમાં કોંગ્રેસના આ બે દિગ્ગજ ધારાસભ્યો પહોંચ્યા: નવા જૂની થવાના એંધાણ

Mayur

અમદાવાદ : એક વર્ષથી બંધ અને જર્જરીત મકાન ધરાશાયી થતા બીજા બે મકાનનો પણ ભૂક્કો બોલાવી દીધો

Mayur
Do NOT follow this link or you will be banned from the site!