જૂનાગઢ જિલ્લામાં ટેકાના ભાવે ખરીદેલી મગફળીમાં ગોટાળા-ગોટાળા થવાની આશંકા

ગત વર્ષે જૂનાગઢમાંથી ટેકાના ભાવે ખરીદાયેલી મગફળીમાં મોટા પ્રમાણમાં ગેરરીતિ સામે આવી હતી ત્યારે આ વખતે ફરી મગફળીની ખરીદીમાં ગોલમાલ થઈ હોવાની આશંકા સેવાઈ રહી છે. જેને કારણે જૂનાગઢના વિસાવદર માર્કેટ યાર્ડમાં મગફળીની ખરીદી બંધ કરી દેવાઈ છે. આ અંગે વિસાવદર માર્કેટિંગ યાર્ડમાં અઢાર હજાર જેટલી ગુણીઓનો સ્ટોક પડયો છે.

આ જથ્થાની નાફેડના અધિકારીઓની ટીમ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. અને તપાસ પૂર્ણ થયા બાદ ખરીદી શરૂ કરવામાં આવશે. પરંતુ મગફળીની ખરીદી 12 ફેબ્રુઆરીથી બંધ થવાની છે ત્યારે હજુ પણ ઘણા ખેડૂતોની મગફળી ખરીદવાની બાકી છે. જેથી આ ખેડૂતો ચિંતામાં છે. ઉલ્લેખનીય છે કે ખેડૂતોની ટેકાના ભાવે ખરીદેલી મગફળીનો જથ્થો સુરેન્દ્રનગરના થાનના ગોડાઉનમાં મોકલવામાં આવ્યો હતો. જ્યાં ગુણવત્તાયુક્ત મગફળી ન જણાતા ગોડાઉન મેનેજરે મગફળી રિજેક્ટ કરી ટ્રક પરત મોકલી દીધા છે. રિજેક્ટ થયેલો માલ પરત આવતા વહીવટી તંત્રમાં ખળભળાટ મચી ગયો હતો.. અને છેલ્લા પાંચ દિવસથી બંધ કરવામાં આવી છે. જેથી ખેડૂતોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter