GSTV
World

Cases
4973887
Active
6735818
Recoverd
554835
Death
INDIA

Cases
276685
Active
495513
Recoverd
21604
Death

ક્યાંક ટ્રાફિક જામ તો બજારોમાં મોટા પ્રમણામાં લોકોની ભીડ, બે માસના Lockdown બાદ સુમસામ બજારોમાં જનચેતનાનો સંચાર

Lockdown

બે માસના લોકડાઉન (Lockdown) બાદ અનલોક થતા જૂનાગઢ શહેર તથા તાલુકા મથકની બજારોમાં લોકોની ભીડ જોવા મળી હતી સવારે જૂનાગઢ બસ સ્ટેન્ડથી મોતીબાગ તરફના રોડ પર મોટી સંખ્યામાં વાહનોના લીધે ટ્રાફિકજામ સર્જાયો હતો. કોરોના વાઈરસના સંક્રમણને અટકાવવાના ભાગરૂપે લોકડાઉન હતું આખરે બે માસ બાદ આજથી શરતો સાથે અનલોક થયુ છે.

મુખ્ય બજારોમાં લોકોની ભીડ

જૂનાગઢ મનપા તથા જિલ્લાના ન.પા. વિસ્તોરમાં સવારે ૮ થી સાંજે ૭ તથા ગ્રામ્ય વિસ્તારોમાં પણ સવારે ૮ થી સાંજે ૮ સુધી છુટછાટ આપવામાં આવી છે. આથી આજે સવારથી જૂનાગઢ શહેર સહિત જિલ્લાના શહેરો ધમધમતા થયા હતાં. અને ગ્રામ્ય વિસ્તારમાંથી લોકો ખરીદી માટે ઉમટી પડતા મુખ્ય બજારોમાં લોકોની ભીડ જોવા મળી હતી.

રોડ પર ભારે ટ્રાફિક

સવારે વાહનોની કતારો થઈ જતા જૂનાગઢ બસ સ્ટેન્ડથી મોતીબાગ તરફના રોડ પર ભારે ટ્રાફિક સર્જાયો હતો. આ ઉપરાંત જિલ્લાના તમામ એસ.ટી. ડેપોમાંથી મોટાભાગના રૂટ શરૂ થયા હતાં. અને લાંબા રૂટની બસ પણ દોડતી થઈ હતી. આમ બે માસ સુધી લોકડાઉન રહ્યા બાદ આજથી જૂનાગઢ શહેર તથા જિલ્લો ધમધમતો  થતા વેપારી સહિતના લોકોએ રાહત અનુભવી હતી.

Read Also

Related posts

ગુજરાતમાં પાવર ઓફ એટર્નીની નોંધણીમાં બદલાઈ ગયા છે નિયમો, ભૂલ કરી તો ભરાઈ જશો

Mansi Patel

અમદાવાદની આ સોસાયટીમાં એક સાથે 22 કેસ સામે આવતા હડકંપ, આખા એપાર્ટમેન્ટને કરાયું સીલ

Nilesh Jethva

સુરતથી અમદાવાદ આવતા લોકોનું રેપિડ ટેસ્ટ કિટથી ટેસ્ટિંગ, સુરતમાં ૯ દિવસમાં ૩૦ ટકા કોરોનાના કેસ વધ્યા

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!