GSTV
Home » News » રાહુલ ગાંધીની ગુજરાત મુલાકાત સમયે કોંગ્રેસના આ નેતા વંડી ટપી ભાજપમાં ચાલ્યા ગયા

રાહુલ ગાંધીની ગુજરાત મુલાકાત સમયે કોંગ્રેસના આ નેતા વંડી ટપી ભાજપમાં ચાલ્યા ગયા

કોંગ્રેસના તતકાલિન અધ્યક્ષ રાહુલ ગાંધીના ગુજરાત પ્રવાસ દરમ્યાન કોંગ્રેસને ઝાટકો લાગ્યો છે. જૂનાગઢમાં મહાનગર પાલિકાની ચૂંટણી પહેલા કોંગ્રેસના ઉમેદવારે પાર્ટી સાથે છેડો ફાડ્યો. વોર્ડ નંબર નવના ઉમેદવારે કોંગ્રેસ છોડી ભાજપને સમર્થન આપ્યુ છે. વોર્ડ નંબર 9 ના કોંગ્રેસના ઉમેદવાર હરસુખભાઈ વસ્તાભાઈ ડાભીએ ભાજપને ટેકો જાહેર કર્યો છે.

રાહુલ સર્કિટ હાઉસ પહોંચ્યા

માનહાનિ કેસ મેટ્રો કોર્ટમા  હાજર થવા અમદાવાદ આવી પહોંચેલા રાહુલ ગાંધી સૌ પ્રથમ સર્કિટ હાઉસ પર પહોંચ્યા હતા..જ્યાં કોંગી નેતાઓએ તેમનુ સાફો પહેરાવીને સ્વાગત કર્યુ હતુ.સર્કિટ હાઉસ ખાતે રાહુલ ગાંધીએ વકીલો, કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ સાથે મુલાકાત કરી રહ્યા છે. અંદાજે 30 મિનિટ સર્કિટ હાઉસમાં રોકાયા બાદ રાહુલ ગાંધી કોર્ટ તરફ જશે.

રાહુલે કર્યા આકરા પ્રહાર

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની કોર્ટમાં પેશી પહેલા તેમણે ટ્વિટ કરીને ભાજપ અને સંઘ પર આકરા પ્રહાર કર્યા. તેમણે જણાવ્યુ હતુ કે, અમારી લડાઈ વિચારધારાની છે. સંઘ અને ભાજપે મારી વિરૂદ્ધ કેસ દાખલ કર્યો છે. આ લડાઈમાં કોંગ્રેસ હમેશા આગળ રહશે..અને મજબૂતાઈ સાથે કોંગ્રેસ લડશે.

શું છે કેસ ?

અમદાવાદમાં એડીસી બેન્ક માનહાની કેસમાં રાહુલ ગાંધી મેટ્રો કોર્ટમાં હાજરી આપવા પહોંચ્યા છે. મહત્વનું છે કે નોટબંધી સમયે એડીસી બેન્કમાં મોટાપાયે નોટ એક્સચેન્જ કરાવવામાં મોટાપાયે ગેરરિતી થઈ હોવાનો રાહુલ ગાંધીએ આક્ષેપ લગાવ્યો હતો. રાહુલ ગાંધીએ મીડિયા અને સોશિયલ મીડિયામાં એવો આક્ષેપ કર્યો હતો કે નોટબંધી સમયે એડીસી બેન્કમાં 745 કરોડ રૂપિયાની જૂની નોટ બદલાઈ છે. આ મામલે એડીસી બેન્કના ચેરમેન અજય પટેલે મેટ્રો કોર્ટમાં રાહુલ ગાંધી અને રણદીપ સુરજેવાલા સામે માનહાની ફરિયાદ નોંધાવી હતી.

READ ALSO

Related posts

ગુજરાત સુરક્ષિત રાજ્ય પરંતુ બાળકો ગુમ થવાના ચોંકાવનારા આંકડા આવ્યા સામે

Path Shah

ગુજરાતના પીરોટોન ટાપુ પર શંકાસ્પદ પ્રવૃતિઓ સામે આવી, રાજ્યની સુરક્ષા સામે સવાલ

Nilesh Jethva

જામનગરમાં જર્જરિત થઇ ગયેલી કુલ 131 ઈમારતો નોંધાઈ કોર્પોરેશનના ચોપડે

Kaushik Bavishi
Do NOT follow this link or you will be banned from the site!