GSTV

ડરાવી દેશે આ પુલ ધરાશાયી થવાની તસવીરો, ચાર કારમાં સવાર લોકોએ મોતને આપી માત

જૂનાગઢના મેંદરડા-સાસણ રોડ પર એક બ્રિજ બેસી ગયો. બ્રિજ તૂટતાં ત્રણ કાર ફસાઈ ગઈ. જોકે આ મોટી દુર્ઘટનામાં સદનસીબે કોઈ જાનહાની થઈ નથી. કારમાં બેસેલા લોકોને ઈજા થઈ. ત્રણથી ચાર ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા છે. આ ઘટનાને કારણે અહીંનો વાહનવ્યવહાર ઠપ થઈ ગયો છે.

પુલ અચાનક બેસી જતાં તેના કામની ગુણવત્તા સામે સવાલો ઉઠ્યા છે. આ મામલે મોટો ખુલાસો થયો છે. નવો પુલ બનાવવામાં વનવિભાગની આડોડાઈ સામે આવી છે. વનવિભાગે નવો પુલ બનાવવાની દરખાસ્ત નામંજૂર કરી હતી. R&B વિભાગે નવો પુલ બનાવવા બે વર્ષ પહેલા દરખાસ્ત કરી હતી. એક તરફ સરકાર પ્રવાસીઓને ગીરમાં આકર્ષવા મોટી મોટી જાહેરાતો કરે છે.

તો બીજી બાજુ વનવિભાગ મુસાફરો માટે જરૂરી સુવિધાઓમાં અડચણરૂપ બને છે. R&Bના હસ્તકના રસ્તા રીપેર કરવા વનવિભાગ મંજૂરી પણ આપતું નથી. વનવિભાગની જંગલીયાત સામે અનેક સવાલો ઉઠ્યા છે. વન વિભાગની આડોડાઇના કારણે મુસાફરોના જીવ જોખમમાં મુકાયા છે.

READ ALSO

Related posts

દિલ્હીમાં 82 વર્ષના વૃદ્ધે કોરોના વાયરસને હરાવી દીધો

Nilesh Jethva

અમદાવાદના આ 8 વિસ્તારમાં છે કોરોનાની દહેશત, જોખમ વધતા ડ્રોનથી દંવનો છંટકાવ

Pravin Makwana

કોરોનામાં સુપ્રીમ કોર્ટે મોદી સરકારને કર્યો આ આદેશ, જો કે આ રાહત પણ આપી

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!