GSTV

વિસાવદરમાં મહિલા ASIની હત્યા, CCTV બંધ કરી કરાયું પ્લાનિંગ

Last Updated on October 29, 2018 by Arohi

જૂનાગઢના વિસાવદર ખાતે ફરજ બજાવતા મહિલા આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર કિરણબેન વેગડાની કરપીણ હત્યા થઈ છે. હત્યાનો મુખ્ય આરોપી મહિલા એ.એસ.આઇનો પતિ પંકજ વેગડા હોવાનો આરોપ લાગ્યો છે. હત્યા કરવાનું કારણ મિલ્કત અને સોનું હોવાનું મૃતક મહિલાના ભાઈએ આરોપ લગાવ્યો છે. એએસઆઈ કિરણ વેગડા જૂનાગઢના મધુરમ સોસાયટીમાં રહેતા હતા તેમજ થોડા સમય પહેલા જ તેમની બદલી વિસાવદરમાં થઈ હતી. કિરણબેનની હત્યા કરી હત્યારા મકાનને ઘરની બહાર તાળા મારીને ચાલ્યા ગયા હતા. હત્યાનો પ્રી પ્લાન હોય તેમ તેની આસપાસના વિસ્તારના સીસીટીવી કેમેરાઓ પણ અગાઉથી જ બંધ કરી દેવામાં આવ્યા હોવાનું મનાય છે. કિરણબેનને ગળા, પેટ, છાતી અને થાપાના ભાગે તિક્ષણ હથિયારોના ઘા મારી હત્યા કરવામાં આવી હતી.

પતિ-પત્ની વચ્ચે છેલ્લા ઘણા સમયથી મિલકત, અને સોનાને લઈને વિવાદ ચાલતો હોવાનો મૃતક મહિલાના ભાઈએ આરોપ લગાવ્યો છે. છે જૂનાગઢ મહાનગર પાલિકાના ભાજપના કોર્પોરેટર શિલ્પાબેન જોશીના મૃતક કિરણબેન સગા બેન હોવાથી તેઓ પણ આવી પહોંચ્યા હતા. કિરણબહેની હત્યા પતિ ઉપરાંત જેઠ અને સાસુ સસરાએ મળીને હત્યા કરી હોવાનો આરોપ મૃતકના ભાઈએ લગાવ્યો છે. કિરણબહેનના જેઠે થોડા સમય પહેલા ર દુષ્કર્મ કર્યાનો આરોપ પણ મૃતકના ભાઈએ લગાવ્યો છે. જોકે તે અંગે પોતાની બહેને ડીવાયએસપી સહિતનાઓને કરી હોવા છતાં પોલીસે આજદિન સુધી કોઇ કાર્યવાહી ન કર્યાનું મૃતકના ભાઈએ કહ્યું હતું.

Read Also 

Related posts

સર ટી હોસ્પિટલ ફરી વિવાદમાં / નર્સિંગ સ્ટાફના 100થી વધુ કર્મચારીઓને એકાએક કરી દેવાયા છુટા

Pritesh Mehta

કોંગ્રેસ વિધાનસભા પક્ષની બેઠકમાં 2 ઠરાવો પસાર, સોનિયા ગાંધી પંજાબના નવા મુખ્યમંત્રીની કરશે પસંદગી

Vishvesh Dave

નવસારી કૃષિ યુનિ. ખાતે યોજાયું બેનમૂન પ્રદર્શન, બામ્બુ મિશન વાસની ખેતીને અપાયું પ્રોત્સાહન

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!