GSTV

જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીમાં ચાલતા ગોરખધંધાનો આરટીઆઈમાં થયો ખુલાસો

ખેડૂતો માટે કામ કરતી જુનાગઢ કૃષિ યુનિવર્સિટી સામે અનેક સવાલો ઊભા થયા છે. ખેડૂતોને સસ્તા ભાવે આપવામાં આવતી કીટ નાશક દવાઓ બનાવવા માટેનું લાઇસન્સ નથી. આમ છતાં કૃષિ યુનિવર્સિટી દ્વારા મોટી માત્રામાં દવાઓ બનાવી ખેડૂતને વેચાણ કરે છે. જેનો આરટીઆઈમાં મોટો ઘટસ્ફોટ થયો છે.

જુનાગઢ કૃષિ યુનિવર્સિટીમાં ગેરકાયદેસર સાવજ બ્યુવેરિયા નામની કીટનાશક દવા બનાવતા હોવાનો આક્ષેપ ખેડૂત એકતા મંચ દ્વારા કરવામાં આવ્યો છે. કૃષિ યુનિવર્સિટી દ્વારા માત્ર સંશોધન કરવાનું હોય છે અને વિધ્યાર્થીઓને દવા બનાવવાની ટ્રેનીગ આપવાની હોય છે. ત્યારે નજીવા ખર્ચમાં તૈયાર થતી આ કીટ નાશક દવાઓ જુનાગઢ કૃષિ યુનિવર્સિટી દ્વારા વેચાણ પણ કરાઇ રહી છે.

એટલું જ નહીં આ વર્ષે લાખોનું ટર્નઓવર થઈ રહ્યા હોવાનો આક્ષેપ ખેડૂત એકતા મંચે કર્યા છે. આરટીઆઈ દ્વારા માગવામાં આવેલી માહિતી મુજબ કૃષિ યુનિવસિટી ખેડૂતો પાસેથી રૂ. 150 લઈ આ દવાઓનું વેચાણ કરી રહી છેઅને બિલમાં કોઈ જએસટી નંબર નથી આપતા. માત્ર સાદા કાગળ ઉપર કૃષિ યુનિવર્સિટીનું નામ છાપી આપી દેવામાં આવે છે. જેમાં કોઈની સહી પણ કરવામાં આવતી નથી.

આ તમામ બાબતોની હકીકત જાણવા કુલપતિનો સંપર્ક કર્યો ત્યારે કુલપતિ પોતાનો બચાવ કર્યો હતો. અને સ્વીકાર્યું હતું કે બનાવવા માટેનું લાયસન્સ છે પરંતુ વેચવા માટેનું લાયસન્સ નથી. આમ, હવે આરટીઆઈમાં આવેલી માહિતી મુજબ વર્ષે લાખો રૂપિયાનું ટર્નઓવર થાય છે. ત્યારે ખેડૂતો હવે કોની ઉપર વિશ્વાસ કરે તે યક્ષપ્રશ્ન છે.

READ ALSO

Related posts

મુંબઈમાં કોરોના પોઝીટીવ કેસ વધુ હોવા બાબતે MCGM એ કર્યો આ ખુલાસો

Nilesh Jethva

યુપીમાં કોરોના સંક્રમિત 410 દરદીઓમાંથી અડધે અડધા તબલીગી જમાતના, 39,857 લોકો વિરૂદ્ધ FIR કરાઈ

Mayur

અમે તો રાહુલ ગાંધીની સલાહ પર થઈ ગયા હતા એલર્ટ : કરી દીધા વખાણ, આ રાજ્યમાં છે માત્ર 18 કેસ

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!