GSTV
Home » News » જૂનાગઢના ખેડૂતોને ઘરે લાપસીના આંધણ : મગફળીના મળ્યા આટલા ઉંચા ભાવ

જૂનાગઢના ખેડૂતોને ઘરે લાપસીના આંધણ : મગફળીના મળ્યા આટલા ઉંચા ભાવ

જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં નવી મગફળીની આવક શરૂ થઈ ગઈ છે. આજે એક જ દિવસમાં 2500 ગુણી મગફળીની આવક થઈ છે. આ વર્ષે ખૂબ જ સારો વરસાદ થતાં મગફળીનું જંગી વાવેતર કરવામાં આવ્યું હતું. જેમાં પાછોતરા વરસાદને કારણે ઘણી જગ્યાએ મગફળીના પાકને વ્યાપક નુકશાન પણ થયું છે પરંતુ કેટલાક ખેડૂતોએ અગાઉથી મગફળીને ઉપાડી લીધી હતી. જેના લીધે મગફળીને ઓછું નુકસાન થયું હતું.

ખેડૂતો જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં માલ વેચવા માટે આવી પહોંચ્યા હતા જેમાં મગફળીના 900થી લઈને ૧૨૦૦ સુધીના ભાવ બોલાયા છે. સાથે જ જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં 2500 ગુણી મગફળીની આવક થઈ છે. જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં છેલ્લા પંદર દિવસની અંદર ૩૫ હજાર જેટલી મગફળીની ગુણીની આવક થઈ છે ત્યારે હવે દિવસે-દિવસે આવકમાં સતત વધારો થતો રહેશે તેવું લાગી રહ્યું છે.

મહત્વપૂર્ણ બાબત છે કે બીજી તરફ સરકારે ટેકાના ભાવે મગફળીના એક હજાર અઢાર રૂપિયાની જાહેરાત કરી છે તો આ તરફ ખેડૂતોને મગફળીના વેપારીઓ પાસેથી ઊંચી કિંમત મળતા ખેડૂતો પણ ખુશખુશાલ છે અને વેપારીઓ પણ મગફળીની ગુણવત્તા સારી હોય તો ઊંચા ભાવ આપવા પણ તૈયાર થયા છે આમ માર્કેટિંગ યાર્ડમાં આ જ ભાવ રહેશે તો કોઇપણ ખેડૂત ટેકાના ભાવે મગફળી આપવા તૈયાર થશે નહીં.

READ ALSO

Related posts

અમેરિકન થિંક ટેંકે કાશ્મીર બાબતે કર્યો ચોંકાવનારો ખુલાસો, પાડોશી દેશને લાગશે મોટો ઝટકો

pratik shah

CPEC પર અમેરિકાની પાકિસ્તાન પર લાલ આંખ, ચીનની જાળમાં ફસાતા આપી ચેતવણી

Ankita Trada

વિશાલ ગોસ્વામીના ખંડણી રેકેટ, વધુ એક વ્યકિતની કરાઈ ધરપકડ

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!