GSTV
Home » News » Jumanji welcome to the Jungle Movie Review : એક્શનથી ભરપૂર ફિલ્મમાં છવાયો The Rock

Jumanji welcome to the Jungle Movie Review : એક્શનથી ભરપૂર ફિલ્મમાં છવાયો The Rock

વર્ષ 1995માં ફેન્ટસી એડવેન્ચર ફિલ્મ Jumanji રિલિઝ થઇ હતી, જે ખૂબ જ લોકપ્રિય થઇ હતી. આ ફિલ્મ 1981માં પ્રકાશિત થયેલા ક્રિસ વેલ એલ્સબર્ગના પુસ્તક પર આધારિત હતી. 22 વર્ષ બાદ તેની સિકવલ રિલિઝ થઇ છે. આ ફિલ્મ હોલીવુડની એક્શન ફિલ્મોના ચાહકો માટે શ્રેષ્ઠ વિકલ્પ છે. તેવું ચોક્કસપણે કહી શકાય કે છેલ્લા એક અઠવાડિયાથી થિયેટરો પર ચાલી રહેલી ‘ટાઇગર ઝિંદા હૈ’ની ઇજારાશાહી તોડવા માટે આ ફિલ્મ આવી ગઇ છે કારણ કે  આ અઠવાડિયે અન્ય કોઇ બિગ બજેટ ફિલ્મ રિલિઝ નથી થઇ.

ફિલ્મ સ્ટોરી :

હાઇ સ્કૂલના ચાર બાળકોના હાથમાં એક ગેમ આવે છે અને તેમના જીવનમાં એક નવો વળાંક આવે છે. તેઓ તે ગેમનો એક ભાગ બની જાય છે. જે જંગલ પર આધારિત આ ગેમ હોય છે, તે જ જંગલમાં તેઓ પહોંચી જાય છે અને હવે તેઓ ગેમ રમતાં ખેલાડી નહી પરંતુ આ ગેમનો જ એક ભાગ બની જાય છે અને તેમાંતી છુટકારો મેળવવા માટે તેમણે આ ગેમ પૂરી કરવી પડશે. આ ફિલ્મ બિલકુલ 1995ની ફિલ્મ જેવી જ છે પરંતુ તેની સ્ટારકાસ્ટ અગાઉ કરતાં મોટી છે. આ વખતે ધ રોક લીડ કરી રહ્યો છે અને તેની સાથે તેના ફ્રેન્ડઝની એક ટીમ છે. ફિલ્મની કથા દર્શકોને જકડી રાખશે.

ફિલ્મનો સૌથી રોમાંચક હિસ્સો ડ્વેન જૉનસન, જેક બ્લેક, કેવિન હાર્ટ અને કેરેન જિલિયનની ટીમ છે. જ્યારે તેઓ કિશોર માંથી યુવાન બની જાય છે, ત્યારે તે સૌથી ફની સિક્વન્સ બની જાય છે.

ફિલ્મનો શ્રેષ્ઠ ભાગ :

ફિલ્મની કથા ઇન્ટરેસ્ટીંગ છે. આ ફિલ્મ તમને કંટાળાજનક નહી લાગે. એવું લાગે છે કે આપણે પણ તે ગેમનો એક ભાગ બની ચુક્યાં છીએ અને એક રોમાંચક યાત્રા પર નીકળી ગયાં છે. અનેક બાબતોમાં આ ફિલ્મ સલમાનની ‘ટાઇગર ઝિંદા હૈ’થી ઓછી નથી ઉતરતી.

રેટિંગ : 3.5 સ્ટાર

ડાયરેક્ટર : જેક કાસ્ડન

સ્ટારકાસ્ટ :ડ્વેન જૉનસન, કેવિન હાર્ટ, જેક બ્લેક, કેરેન જિલિયન અને બોબી કેનાવેલ

Related posts

Viral Video: એવી જગ્યાએ આવીને ચોંટી ગઇ ઢગલાબંધ મધમાખીઓ, યુવકને યાદ આવી ગઇ નાની

Bansari

સરહદે પાક.નો મોર્ટારમારો : જવાન શહીદ, સપ્તાહમાં ચાર ભારતીયોના મોત

Mayur

રાહુલ સહિતના નેતાઓ આજે કાશ્મીરની મુલાકાતે, તંત્રનો ઇનકાર

Mayur
Do NOT follow this link or you will be banned from the site!