GSTV
World

Cases
6915765
Active
11731633
Recoverd
721007
Death
INDIA

Cases
619088
Active
1427005
Recoverd
42518
Death

જુલાઈમાં કોરોનાનું જોર વધ્યું, રાજ્યમાં 10 દિવસમાં 7,500 નવા કેસ સાથે કુલ આંક 40 હજારને પાર

રાજ્યમાં કોરોના મહામારીના કેસો સતત નવા આંક બનાવી રહ્યા છે. રાજ્યમાં છેલ્લા 10 દિવસમાં 7512 નવા પોઝીટીવ કેસ આવ્યા છે. રાજ્યમાં આજે વધુ 875 પોઝીટીવ કેસ નવા આવવા સાથે રાજ્યમાં કોરોના મહામારીનો આંક 40 હજારને પાર થયો છે. રાજ્યમાં જુલાઈ મહિનામાં કોરોનાએ જોર પકડ્યું છે. રાજ્યમાં સતત નવા કેસો વધી રહ્યા છે. રાજ્યમાં જુલાઈ મહિનામાં 4500 લોકો સાજા પણ થઈ ચૂક્યા છે. રાજ્યમાં કોરોના મહામારીનો આંક અમદાવાદ સુરત પૂરતો સીમિત ન રહેતાં હવે વડોદરા સહિતના જિલ્લાઓમાં પણ પ્રસરી ચૂક્યો છે. વડોદરામાં પણ કોરોના મહામારીના કેસો 69 નવા કેસ આવ્યા છે. રાજકોટ જામનગર ખેડા વગેરેમાં 15થી વધારે નવા પોઝીટીવ આવ્યા છે. નવસારીમાં પણ નવા 27 પોઝીટીવ કેસ આવ્યા છે. ભાવનગરમાં પણ કોરોનાને કારણે ધીમે ધીમે સ્થિતિ વણસતી જાય છે. ભાવનગરમાં પણ 71 નવા પોઝીટીવ કેસ આવ્યા છે. સુરેન્દ્રનગર ગાંધીનગર મહેસાણામાં પણ 20થી વધારે નવા પોઝીટીવ કેસ આવ્યા છે.

જુલાઈ મહિનો તો મે અને જૂન બંનેને ભારે પડ્યો

કોરોના મહામારી વિશ્વવ્યાપી બની છે. ગુજરાતમાં પણ જે રીતે જુલાઈ મહિનામાં કોરોનાના કેસો વકરી રહ્યા છે તે જોતાં આગામી સમય ખૂબજ ક્રિટીકલ થઈ શકે છે. કોરોના મહામારીના કેસો એપ્રિલ મહિના બાદ સતત વધી રહ્યા હતા. એપ્રિલ મહિના સુધી 4,500 જેટલા જ કેસ હતા. જે મે મહિનામાં વધીને 16,800 થયા હતા. મે મહિના બાદ જૂન મહિનો પણ ગુજરાત પર ભારે રહ્યો અને 30 જૂન સુધી 32 હજારથી વધારે કેસ આવ્યા હતા. જ્યારે જુલાઈ મહિનો તો મે અને જૂન બંનેને ભારે પડ્યો છે. જુલાઈ મહિનાના 10 દિવસમાં 7,500થી વધારે કેસો આવ્યા છે. જુલાઈ મહિનામાં સતત નવા રેકોર્ડબ્રેક કોરોનાના પોઝીટીવ કેસ વધી રહ્યા છે. પહેલા કોરોના સંક્રમણના કેસો ફક્ત અમદાવાદ પૂરતા સીમિત હતા પરંતુ હવે રાજ્યના વિવિધ જિલ્લાઓમાં કોરોનાના કેસો વધી રહ્યા છે. અનલોક થયા પછી કોરોના પણ અનલોક થયો છે. સરકાર ભલે ના પાડે પરંતુ આજે નવા વધતા પોઝીટીવ કેસ જ કહી રહ્યા છે કે આગામી સમય કોરોનાને લીધે સેફ નથી. સુરત અમદાવાદમાં કોરોના વકર્યો છે જ્યાંથી હવે લોકો ગામડામાં જઈ રહ્યા છે. જેના લીધે હવે ગામડાઓમાં પણ કોરોના સંક્રમણનો ભય વધ્યો છે.

READ ALSO

Related posts

જન્માષ્ટમીના તહેવાર પર આ શહેરમાં ફરવા લાયક સ્થળો પર લોકોના એકઠા થવા પર લગાવવામાં આવ્યો પ્રતિબંધ

Nilesh Jethva

રક્ષાબંધનના દિવસે રાખડી બંધાવી સગાભાઈઓએ કરી બહેનની હત્યા, ચોંકાવનારુ છે કારણ

Nilesh Jethva

ઓડિશાથી અમદાવાદ આવેલા 6 શ્રમિકોનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા તંત્ર એલર્ટ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!