GSTV

જુલિયા રોબર્ટ્સે તેના પર્સનલ હિરો ડૉ.એન્થની ફૌસી સાથે મુલાકાત કરી

જુલિયા રોબર્ટ્સની સ્માઇલ જાણીતી  છે અને તે વધુ સોહામણી લાગતી હતી કેમ કે તેને પોતાના પર્સનલ હિરો ડૉ. એન્થની ફૌસીને મળવાની તક મળી હતી. કોરોના વાયરસ માટે વ્હાઇટહાઉસના ટાસ્ક ફોર્સના અગત્યના સદસ્ય ડૉ. ફૌસી સાથે જુલિયા રોબર્ટ્સે 21મી મેએ ઇન્સ્ટાગ્રામ પર એક ચેટનું આયોજન કર્યું હતું. ફૌસી એલર્જી અને ચેપી રોગ માટેના નેશનલ ઇન્સ્ટિટ્યૂટના ડાયરેક્ટર છે.

આ તક મારા માટે આનંદદાયક

જુલિયા રોબર્ટ્સ કોઈ આરોગ્ય નિષ્ણાત સાથે વાતચીત કરવાની હતી તેથી તે જરા અલગ જ પહેરવેશ અને મૂડમાં જણાતી હતી. તેણે કહ્યું હતું કે આ તક મળી તે મારા માટે આનંદદાયક છે. જુલિયાએ જણાવ્યું કે મારા માટે આ કોઈ થ્રિલરથી કમ ન હતું કારણ કે કોઈ પણ વસ્તુમાં દુનિયામાં ઘણા ઓછા નિષ્ણાત હોય છે. તમે મારા માટે પર્સનલ હિરો બનીને આવ્યા છો અને તમે મારા માટે થોડો સમય આપ્યો તે મહાન બાબત છે.

સોશિયલ ડિસ્ટન્સના મહત્વ અંગે ચર્ચા

રોબર્ટ્સ અને ફૌસીએ સોશિયલ ડિસ્ટન્સના મહત્વ અંગે સતત ચર્ચા કરી હતી. ડૉ. ફૌસીએ ભવિષ્યમાં બિઝનેસ અને જાહેર સંસ્થાનો ખોલવામાં આવે ત્યારે સોશિયલ ડિસ્ટન્સના મામલે ખાસ સાવચેતી રાખવાની અરજ કરી હતી.

READ ALSO

Related posts

સેલિબ્રિટીની પ્રેગ્નેંસી એક મોટો બિઝનેસ : થાય છે કરોડો રૂપિયાનો વેપાર, 7 કરોડ રૂપિયા તો હોય છે ફી

Pravin Makwana

ભારતને ઝટકો/ સેનાનું હેલિકોપ્ટર ધ્રુવ જમ્મુમાં થયું ક્રેશ : 2માંથી એક પાયલટનું મોત

Pravin Makwana

નવું Driving Licence બનાવવું હવે બિલકુલ આસાન, બસ ઘરે બેઠા જ આ રીતે કરો ઓનલાઇન અરજી

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!