GSTV

બચ્ચન પરિવાર અંગે Tweet કરીને ટ્રોલ થઈ ગઈ જૂહી ચાવલા, લખી હતી આ વાત

અમિતાભ બચ્ચન અને તેના પરિવારના ચાર સદસ્યને કોરોના પોઝિટિવ આવતાં ભારતીય ફિલ્મ ઉદ્યોગ જ નહીં પરંતુ સમગ્ર દેશમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે. દેશભરમાં તેમના માટે પ્રાર્થના કરવામાં આવી રહી છે. એવામાં બોલૂવિડની એક્ટ્રેસ જૂહી ચાવલાએ એક ટ્વિટ કરી છે અને તેને કારણે તે ટ્રોલ થઈ ગઈ છે. શનિવારે સાંજે અમિતાભ બચ્ચન અને તેમના પુત્ર તથા એક્ટર અભિષેક બચ્ચનના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા હતા જ્યારે અન્ય સદસ્યોના રિપોર્ટ નેગેટિવ આવ્યા હતા પરંતુ રવિવારે ઐશ્વર્યા રાય બચ્ચન અને અભિષેકની પુત્રી આરાધ્યાનો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો હતો. ત્યાર બાદ જૂહી ચાવલાએ તેમની તબિયત પૂછતી એક ટ્વિટ કરી હતી પરંતુ લોકોએ તેને આ માટે ટ્રોલ કરી દીધી હતી.

હકીકતમાં જૂહી ચાવલાએ લખ્યું હતું કે અમિતજી, અભિષેક અને આયુર્વેદ જલદીથી સાજા થઈ જશો. તે લખવા માગતી હતી કાંઇક અને લખાઈ ગયું બીજું જ કાંઈક જેને કારણે ફેન્સ તેની ઉપર ગુસ્સે ભરાયા હતા.

જૂહીએ વિવાદ દૂર કરવા માટે આ ટ્વિટ ડીલીટ કરી નાખી અને પછી નવેસરથી ટ્વિટ કરી જેમાં તેણે લખ્યું અમિતજી, અભિષેક, ઐશ્વર્યા અને આરાધ્યા. તમે બધા ઝડપથી સાજા થઈ જાઓ તેવી પ્રાર્થના કરું છું. મારી અગાઉની ટ્વિટમાં ખોટું ન હતું. મેં આયુર્વેદ લખ્યું ત્યારે મારો કહેવાનો મતલબ હતો કે કુદરત તમને સૌને ઝડપથી સાજા કરી દે. અમિતાભ બચ્ચન અત્યારે નાણાવટી હોસ્પિટલમાં છે અને તેમની ઉંમરને કારણે તેમની વિશેષ સારવાર ચાલી રહી છે.

READ ALSO

Related posts

અમદાવાદમાં કોરોનાનું સંક્રમણ વધતા આજે વધુ 7 વિસ્તારને માઈક્રો કન્ટેન્મેન્ટ ઝોન જાહેર કરાયા

Nilesh Jethva

રાજકોટની ઉદય શિવાનંદ કોવિડ હોસ્પિટલ દુર્ઘટના મામલે 5 ડોક્ટરો સામે ગુન્હો દાખલ

Nilesh Jethva

હેરિટેજ સીટીની વાતો વચ્ચે અમદાવાદની ઓળખસમાં 125 જૂના એલિસબ્રિજની જાળવણીમાં તંત્ર નિષ્ફળ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!