મિસ ઈન્ડિયા જૂહી ચાવલાનાં એવા દિવસો આવ્યા કે જાણીને તમારી આંખ ભીની થઈ જશે

આપણે જોઈને લાગતું હશે કે બોલિવૂડનાં સિતારાઓ તો મસ્ત જ લાઈફ જીવતા હશે. પરંતુ એ ભ્રમ ક્યારેક ખોટો પડે છે. કેમ કે પૂર્વ મિસ ઈંન્ડિયા જૂહી ચાવલા પોતાના પતિ માટે છેલ્લા 7 વર્ષથી ઓર્ગેનિક ખેતી કરે છે.

સામાજિક મુદ્દા પર પોતાની વાત રાખનાર જૂહી ચાવલા સોશિયલ વર્કમાં ખૂબ માને છે. તેણે એક ઇન્ટરવ્યુમાં કહ્યું કે ઓર્ગેનિક ફળ અને શાકભાજીનો સ્વાદ તમે એકવાર ચાખી જશો તો બીજી કોઈ પ્રોડક્ટ જ નહી ખરીદો.

જૂહી પાસે બે ફાર્મ હાઉસ છે. એક માંડવામાં છે અને ત્યાં તે ફળ ઉગાવે છે. તે જણાવે છે કે મને કોઈએ સલાહ આપી કે તમારે પૈસા ઈન્વેસ્ટ કરવા હોય તો ખેતીમાં કરો અને મે કર્યાં. મારી પાસે 10 એકર જમીન છે અને એમાં હું ઓર્ગેનિક શાકભાજી ઉગાડીને મારા પતિનાં રેસ્ટોરન્ટમાં મોકલું છું.

અને એનું બીજુ ફાર્મ હાઉસ છે મહારાષ્ટ્રમાં. ત્યાં 20 એકર જમીનમાં તે ખેતી કરે છે. તે જણાવે છે કે મને પહેલાં કઇ ખબર પડતી ન હતી પણ પિતાનાં નિધન પછી હવે મને બધુ ફાવે છે અને 200થી પણ વધારે ઝાડ વાળો બગીચો છે.

READ ALSO

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter