GSTV
World

Cases
3375127
Active
2872721
Recoverd
391234
Death
INDIA

Cases
110960
Active
109462
Recoverd
6348
Death

કોરોના સંકટમાં ગરીબો માટે આગળ આવી જૂહી ચાવલા, અનોખી રીતે કરી રહી છે મદદ

કોરોના વાયરસ બાદ લાગેલા લોકડાઉનને કારણે નબળો વર્ગ આર્થિક સંકટમાં આવી ગયો છે. આવામાં સરકારની સાથે સાથે ઘણી સંસ્થાઓ નાગરિકોને મદદ કરવા સામે આવી રહી છે. બોલિવૂડની હસ્તીઓએ પણ આ સંકટના સમયમાં ઘણી મદદ કરી છે. ઘણી હસ્તીઓ અલગ અલગ રીતે લોકોની મદદ કરી રહી છે. જેમકે વડાપ્રધાન કે મુખ્યમંત્રી રાહત ફંડમાં ડોનેશન આપવું, પીપીઈ કિટનું દાન કરવું કે ક્વોરન્ટીન સેન્ટર બનાવવું વગેરે.

પોતાની જમીન ખેડૂતોને આપી

ત્યારે હવે બોલિવૂડની એક્ટ્રેસ જૂહી ચાવલા પણ તેમાં જોડાઈ ગઈ છે. પર્યાવરણવાદી જૂહી ચાવલા ખેડૂતોને મદદ કરી રહી છે અને તે માટે તેણે પોતાની જમીન ખેડૂતોને આપી છે. જેમની પાસે જમીન નથી તેવા ખેડૂતોને જૂહી ચાવલાએ ખેતી કરવા માટે જમીન દાનમાં આપી છે. જેની ઉપર ખેતી કરીને ખેડૂતો પૈસા કમાઈ શકે છે. જૂહી ચાવલાના પરિવારની જમીન મુંબઈ શહેરની બહાર છે. જ્યાં ઓર્ગેનિક ખેતી માટે એક્સપર્ટની ટીમ કામ કરી રહી છે.

આ જમીન પર ડાંગરની ખેતી કરી શકશે

જૂહીએ આ જમીન ખેડૂતોને આપી છે અને હવે જેની પાસે જમીન નથી તેવા ખેડૂતો આ જમીન પર ડાંગરની ખેતી કરી શકશે. જૂહીએ જણાવ્યું કે, ખેડૂતો આ જમીન પર ખેતી કરીને પાક ઉગાડશે જેના બદલામાં અમે અમારા માટે ખેતીનો થોડો ભાગ રાખીશું. આ કોઈ નવી વાત નથી. ભૂતકાળમાં લોકો આમ કરતા હતા અને અમે પણ આવી નીતિ અપનાવી છે.

READ ALSO

Related posts

કોરોના વાયરસના કારણે દેશના અર્થતંત્ર પર અંદાજ કરતા ઘણી વધારે થઈ અસર

Nilesh Jethva

મમતા બેનર્જીએ ગૃહપ્રધાન અમિત શાહના નિવેદન બાદ કેન્દ્ર સરકાર પર કર્યા આકરા પ્રહારો

Nilesh Jethva

પક્ષપલટુ ધારાસભ્યોને પ્રજાએ જાહેરમાં મારવા જોઇએ, બનાસકાંઠાના ધારાસભ્યો ગુજરાતમાં જ રહેશે

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!